Banglore/ બેંગ્લોરમાં ચીનનો HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે બોલાવી ઈમરજન્સી બેઠક

બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકી HPVથી સંક્રમિત છે

Top Stories India Breaking News
Image 2025 01 06T100220.827 બેંગ્લોરમાં ચીનનો HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે બોલાવી ઈમરજન્સી બેઠક

Karnataka News: ચીનનો HMPV વાયરસ ભારતમાં (India) પહોંચી ગયો છે, તેનો પહેલો કેસ બેંગલુરુમાં (Banglore) નોંધાયા બાદ હવે કર્ણાટકમાં બીજો કેસ નોંધાયો છે. કર્ણાટક સરકાર આરોગ્ય વિભાગે તાત્કાલિક ઈમરજન્સી બેઠક બોલાવી છે. પહેલો કેસ નોંધાયો જેમાં, આઠ મહિનાની બાળકી તેનાથી સંક્રમિત છે. આ વાયરસના પ્રથમ કેસનો ઉદભવ એક મોટી વાત છે કારણ કે તે ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ત્યાંની સ્થિતિ વિસ્ફોટક લાગી રહી છે. એવું ચોક્કસપણે કહેવામાં આવી રહ્યું છે કે ડરવાની જરૂર નથી, પરંતુ ચીનથી આવી રહેલી તસવીરો હેરાન કરનારી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકી HPVથી સંક્રમિત છે, તેના લક્ષણો એ જ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે, રિપોર્ટમાં પણ વાયરસની પુષ્ટિ થઈ છે. ખરેખર, આ ટેસ્ટ ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં બાળકી HMPV વાયરસથી પોઝિટિવ મળી આવી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફ્લૂના તમામ સેમ્પલમાંથી 0.7 ટકા HMPVના છે.

Image 2025 01 06T100940.879 બેંગ્લોરમાં ચીનનો HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગે બોલાવી ઈમરજન્સી બેઠક

HMPV વાયરસ શું છે?

ચીનમાં ફેલાતા આ વાયરસનું નામ HMPV (Human Metapneumovirus Virus) જણાવવામાં આવ્યું છે. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે આ વાયરસ માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ -19 જેવા ઘણા વાયરસના પરિવારનો છે. આ એક શ્વસન સંબંધી રોગ પણ છે, જે શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો સાથે સમસ્યાઓનું કારણ બને છે.

શરૂઆતના લક્ષણો

ઉધરસ આવવી.

તાવ આવવો.

નાક બંધ થવું

ગળું.

શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

કયા લોકોને વધુ જોખમ છે?

જો કે તે કોઈને પણ અસર કરી શકે છે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાયરસનું સંક્રમણ થવાનું જોખમ વધારે છે. આમાં નાના બાળકો, વૃદ્ધ લોકો અને કોઈપણ ક્રોનિક રોગથી પીડિત લોકોનો સમાવેશ થાય છે.

ચીનમાં કેવી છે સ્થિતિ?

ચીનમાં ફેલાયેલા આ વાયરસની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. જો કે આ વાયરસ પહેલા પણ જાણીતો હતો, પરંતુ હવે તેના કેસ વધુ દેખાઈ રહ્યા છે. હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાંથી ચીની લોકોના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ચીનના ઘણા વિસ્તારોમાંથી આ રોગ ફેલાવાના અહેવાલો છે. કેટલાક અહેવાલો અનુસાર, 16 થી 22 ડિસેમ્બરની વચ્ચે શ્વસન ચેપના કેસોમાં અચાનક વધારો થયો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોટે ભાગે આ કેસોમાં સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના શરૂઆતના લક્ષણો જાણો, કોને રહેલું છે વધુ જોખમ…

આ પણ વાંચો:ભારત HMPV વાયરસનો સામનો કરવા તૈયાર’, ચીનની આ નવી બીમારી પર સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન

આ પણ વાંચો:શ્વાસ લેવામાં તકલીફ, ફ્લૂ…. ચીનમાં ફેલાતા HMPV વાયરસના લક્ષણો કોવિડ જેવા છે, જાણો મહત્વની બાબતો