બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી, એવા અનેક સમાચાર છે જે તમને આજે ચોંકાવી દે છે. ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર એક 33 વર્ષીય મહિલાએ ગંભીર આરોપ મુક્યો છે. મહિલાએ આચાર્ય વિરુદ્ધ આંબોલી પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી એડલ્ટ વીડિયો બતાવવાનો આરોપ મૂક્યો છે.
આ સમય દરમિયાન, મહિલા એમ પણ કહે છે કે, ગણેશ આચાર્ય તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામથી દૂર રાખતા હતા અને તેમની કમાણીમાંથી કમિશન માંગતા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, “જ્યારે પણ હું કોઈ કામ માટે તેની ઓફિસમાં જતી ત્યારે તે ઘણીવાર એડલ્ટ વીડિયો જોતો હતો અને મને તે વીડિયો જોવા માટે દબાણ કરતો. જે વાત પર મને ઘણો ગુસ્સો આવ્યો હતો.
આ અગાઉ કોરિયોગ્રાફર સરોજ ખાને પણ ગણેશ આચાર્ય પર આરોપ મૂક્યો હતો કે, તેઓ તેમની ડાસર્સનું શોષણ કરે છે અને તેઓ તેમના પદનો ઉપયોગ કરી સિને ડાન્સર્સ એસોસિએશન (સીડીએ) ને બદનામ કરવાનો આરોપ મુક્યો હતો. જો કે, ત્યારે ગણેશ આચાર્યએ સરોજ ખાનનાં આ બધા આરોપોને નકારી દીધા હતા. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ગણેશ આચાર્યને પજવણીનાં આરોપોનો સામનો કરવો પડ્યો હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.