પ્રજાસત્તાક દિવસ/ ગણતંત્ર દિવસ પર ક્રિસ ગેલે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદીનાં સન્માનમાં કહી આ વાત

લોકો દેશનાં સ્વતંત્ર પ્રજાસત્તાક બનતા અને કાયદાનાં શાસનની સ્થાપનાનો રાષ્ટ્રીય તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ ખુશીનાં અવસર પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનાં 42 વર્ષીય ક્રિકેટર ક્રિસ ગેલે પણ ટ્વીટ કરીને દેશને શુભેચ્છા પાઠવી છે.

Sports
ક્રિસ ગેલ

દેશ બુધવારે એટલે કે આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. લોકો પોતપોતાની રીતે દેશનાં સ્વતંત્ર પ્રજાસત્તાક બનતા અને કાયદાનાં શાસનની સ્થાપનાનો રાષ્ટ્રીય તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ ખુશીનાં અવસર પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનાં 42 વર્ષીય ક્રિકેટર ક્રિસ ગેલે પણ ટ્વીટ કરીને દેશને શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો – Shocking / ભારતીય ક્રિકેટમાં All is not well, રવિ શાસ્ત્રી અને BCCI આમને-સામને

કેરેબિયન દિગ્ગજ ખેલાડીએ ટ્વીટ કર્યું કે, ‘હું 73માં ગણતંત્ર દિવસ પર ભારતને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. હું PM મોદીનાં એક અંગત સંદેશથી પ્રભાવિત થયો હતો જેમાં તેમના અને ભારતનાં લોકો સાથેનાં મારા સંબંધો વિશે વાત કરવામાં આવી છે. યુનિવર્સ બોસ તરફથી તમને બધાને અભિનંદન. આપને જણાવી દઈએ કે, ક્રિસ ગેલ લાંબા સમયથી દેશની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી ટીમો માટે ભાગ લેતો જોવા મળી રહ્યો છે. આ સિવાય તે સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા પણ ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. આ સાથે, સિક્સર કિંગ લાંબા સમયથી ભારતની પ્રખ્યાત લીગ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) માં ઘણી ટીમો માટે રમ્યો છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ભારત પ્રત્યેનાં પ્રેમને વ્યક્ત કરતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, સમગ્ર ભારતને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપીને તેણે ફરીથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો – Political / પાર્ટી છોડી ભાજપમાં જોડાઇ રહેલા નેતાઓને લઇને શશિ થરૂરે આપી પ્રતિક્રિયા- કોંગ્રેસ યુક્ત ભાજપ!

ગેલનાં IPL કેરિયરની વાત કરીએ તો, તેણે દેશની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 142 મેચ રમી છે, જેમાં તેણે 141 ઇનિંગ્સમાં 39.7ની એવરેજથી 4965 રન બનાવ્યા છે. તેણે IPL માં છ સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે. માત્ર બેટિંગ જ નહીં, તેણે પોતાની બોલિંગથી પણ IPL માં તબાહી મચાવી છે. IPLની 38 ઈનિંગ્સમાં કેરેબિયન બેટ્સમેને 40.5ની એવરેજથી 18 વિકેટ ઝડપી છે. IPL માં ગેલનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 21 રનમાં ત્રણ વિકેટ છે.