@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…
શહેરીકરણ અને ખાસ કરીને પશ્ચિમીકરણને કારણે ધુતારાઓ અને ચાલશાજોને બખ્ખા છે અને લોકો ન કરવાનું પોતાની નાનો એવો અહમ સંતોષવા માટે કરે છે, માટે જ તો નકલી માલનો વ્યાપાર દિવસેને દિવસે વઘતો જ જઇ રહ્યો છે. લોકોને ઓછા પૈસે માલ મળે છે અને ડુપ્લિકાટીયાવને અધધધ ધંધો અને નફો મળે છે. આવો જ એક ડુપ્લિકેટ માલનો વેપારી પોલીસની ઝપટે ચડ્યો અને અધધધ બ્રાન્ડની નકલી આઇટમો પણ સાથે જ મળી આવી.
સીઆઇડી ક્રાઇમ દ્વારા કલોલમાં આવેલા નવજીવન મિલ કમ્પાઉન્ડ ખાતે રેડ કરવામાં આવી હતી. જેમાં માફિયા અને હન્ટર નામની દુકાનમાંથી Levis તેમજ અન્ય જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓના સિમ્બોલ વાળા ડુપ્લીકેટ કપડા, બુટ, મોજા, બેલ્ટ વગેરે ચીજવસ્તુઓ મળી આવી હતી..
સીઆઇડી ક્રાઇમે રેડ દરમિયાન કુલ ત્રણ વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.. જેમાં અશ્વિનભાઈ ભીખાભાઇ પટેલ, મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને ધવલ દિનેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વેપારીની દુકાનમાંથી કુલ રૂપિયા 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રાન્ડેડ કંપની ની ચીજ વસ્તુઓ નું ડુપ્લિકેશન કરી વેચાણ કરવા બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…