27 જુલાઈએ ફ્રાંસથી ઉડાન ભરેલા પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર આજે બપોરે સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયા છે. આ સાથે જ વાયુસેનાને જે વિમાનનો વર્ષોથી ઇંતજાર હતો તે હવે પૂરો થયો છે. અંબાલા એરબેઝ પર 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન રાફેલની પહેલી સ્ક્વોડ્રન હશે.
રાફેલ વિમાનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાગત કર્યું છે. તેઓએ સંસ્કૃત ભાષામાં ટ્વીટ કરતા કહ્યું કે, રાષ્ટ્રની રક્ષાથી આગળ વધીને કોઈ પુણ્ય નથી, કોઈ વ્રત નથી અને કોઈ યજ્ઞ પણ નથી.
राष्ट्ररक्षासमं पुण्यं,
राष्ट्ररक्षासमं व्रतम्,
राष्ट्ररक्षासमं यज्ञो,
दृष्टो नैव च नैव च।।
नभः स्पृशं दीप्तम्…
स्वागतम्! #RafaleInIndia pic.twitter.com/lSrNoJYqZO— Narendra Modi (@narendramodi) July 29, 2020