
દેશમાં એક દિવસમાં સામે આવતા કોરોના સંક્રમણનાં નવા કેસમાં રેકોર્ડ સર્જ્યો છે. જી હા, ગઇ કાલે ભારતમાં એક જ દિવસમાં 52 હજાર 263 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસની સંખ્યા 15 લાખ 84 હજાર 384 પર પહોંચી ગઇ છે. તમામ પોઝિટિવ કેસમાં હાલ દેશભરમાં 5 લાખ, 27 હજાર 355 એક્ટિવ પોઝિટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, એક દલિલ એવી પણ છે કે કોરોનાનું સંક્રમણ જે રીતે દેશભરમાં વઘી રહ્યું છે, તેવી જ રીતે કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા પણ અનેક ગણી વધી છે. પાછલા 24 કલાકમાં 32 હજાર 829 લોકો કોરોનાને મહાત કરી સ્વસ્થ થતા હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જો કે, અનેક જગ્યાએ કોરોનાનાં કારણે થતા મોતનાં આંકડા મામલે વિવાદ છે, પરંતુ દેશમાં અત્યાર સુધી 35 હજાર અને 3 લોકોનાં કોરોનાનાં કારણે મોત થયા છે.
રાજ્યની સ્થિતિ જોવામાં આવે તો સંક્રમણમાં વધારા મામલે આંધ્રપ્રદેશે મહાષ્ટ્રને પણ પછાડ્યું છે. છેલ્લા 24 કલાકમાં આંધ્રમાં નવા 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, આંધ્રપ્રદેશમાં કુલ કેસની સંખ્યા 1 લાખ 20 હજારને પાર કરી ચૂકી છે. મહારાષ્ટ્રમાં નવા 9,211 કેસ સાથે કુલ આંક 4 લાખને પાર કરી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….