દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસનાં કહેર વચ્ચે ઘણા રાજકારણીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા હોવાના અહેવાલો છે. આજે ગૃહમંત્રી અમિત શાહનાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. આ પછી ઉત્તર પ્રદેશ ભાજપનાં પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે પણ ટ્વિટ કરીને તેમને કોરોના થયો હોવા વિશે માહિતી આપી હતી.
સ્વતંત્ર દેવસિંહે ટ્વીટ કર્યું, ‘મને કોરોનાનાં પ્રારંભિક લક્ષણો દેખાઇ રહ્યા હતા, જેના કારણે મે કોવિડ-19 ની તપાસ કરાવી. તપાસમાં મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મારી સાથે સંપર્કમાં આવનારા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તે ગાઇડલાઇન મુજબ પોતાને ક્વોરન્ટાઇન કરી લે અને તેમની તપાસ જરૂરીયાત મુજબ કરાવી લે.
मुझे कोरोना के शुरुआती लक्षण दिख रहे थे जिसके चलते मैंने अपनी कोविड-19 की जाँच कराई। जाँच में मेरी रिपोर्ट कोरोना पॉज़िटिव आई है। मुझसे संपर्क में आने वाले सभी लोगों से मेरा निवेदन है कि वह गाइडलाइन के अनुसार स्वयं को क्वारंटाइन कर ले और आवश्यकता अनुसार अपनी जाँच करा ले।
— Swatantra Dev Singh (@swatantrabjp) August 2, 2020
Loading tweet…