Not Set/ સુશાંત સુસાઇડ કેસની તપાસ માટે પહોંચેલા પટનાના SP ને BMC એ કર્યા ક્વોરન્ટાઈન

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચેનો વિવાદ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત આરોપ લગાવી રહી છે કે સુશાંત સિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ મદદ કરી નથી રહી. જ્યારે, પટનાના એસપી સિટી, વિનય તિવારી, જે આ મામલાની તપાસ માટે મુંબઇ આવ્યા હતા, તેને બીએમસી અધિકારીઓ દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. […]

Uncategorized
3dd10bf887c86139ef5c8fee9f21e3c1 સુશાંત સુસાઇડ કેસની તપાસ માટે પહોંચેલા પટનાના SP ને BMC એ કર્યા ક્વોરન્ટાઈન
3dd10bf887c86139ef5c8fee9f21e3c1 સુશાંત સુસાઇડ કેસની તપાસ માટે પહોંચેલા પટનાના SP ને BMC એ કર્યા ક્વોરન્ટાઈન

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચેનો વિવાદ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત આરોપ લગાવી રહી છે કે સુશાંત સિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ મદદ કરી નથી રહી. જ્યારે, પટનાના એસપી સિટી, વિનય તિવારી, જે આ મામલાની તપાસ માટે મુંબઇ આવ્યા હતા, તેને બીએમસી અધિકારીઓ દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પટના એસપી સિટી વિનય તિવારી રવિવારે મુંબઇ પહોંચ્યા હતા.

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટિ્‌વટ કર્યું છે કે આજે (2 ઓગસ્ટ) આઈપીએસ વિનય તિવારી સત્તાવાર ફરજ પર પટનાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે રાત્રે 11 વાગ્યે બીએમસીના અધિકારીઓએ તેમને બળજબરીથી કોરેન્ટેઇન કરી દીધા હતા. તેમની વિનંતી છતાં તેમને આઈપીએસ મેસમાં રહેવાની સુવિધા કરી આપવામાં આવી ન હતી. તે ગોરેગાંવમાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતા.