Not Set/ કાશ્મીરમાં બે દિવસ કર્ફ્યૂ, કલમ 370 નાબૂદ કર્યાને થશે 1 વર્ષ પૂર્ણ

  ગયા વર્ષે 5 ઓગસ્ટ 2019 નાં રોજ કેન્દ્ર સરકારે સંસદમાં કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સાથે કાશ્મીરને પણ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યો હતો. 5 ઓગસ્ટે આ વાતને 1 વર્ષ પૂરા થશે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ સોમવારે પહેલી વર્ષગાંઠ પૂર્વે હિંસા અને દેખાવો સંબંધિત “મજબૂત માહિતી” નાં આધારે કર્ફ્યુ લગાવી દીધો હતો. […]

India
641d3e9bdd4dc99e4ba0e8431db30ef6 કાશ્મીરમાં બે દિવસ કર્ફ્યૂ, કલમ 370 નાબૂદ કર્યાને થશે 1 વર્ષ પૂર્ણ
641d3e9bdd4dc99e4ba0e8431db30ef6 કાશ્મીરમાં બે દિવસ કર્ફ્યૂ, કલમ 370 નાબૂદ કર્યાને થશે 1 વર્ષ પૂર્ણ 

ગયા વર્ષે 5 ઓગસ્ટ 2019 નાં રોજ કેન્દ્ર સરકારે સંસદમાં કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સાથે કાશ્મીરને પણ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યો હતો. 5 ઓગસ્ટે આ વાતને 1 વર્ષ પૂરા થશે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ સોમવારે પહેલી વર્ષગાંઠ પૂર્વે હિંસા અને દેખાવો સંબંધિત “મજબૂત માહિતી” નાં આધારે કર્ફ્યુ લગાવી દીધો હતો. શ્રીનગરનાં જિલ્લા મેજિસ્ટ્રેટ શાહિદ ઇકબાલ ચૌધરીએ એક હુકમમાં જણાવ્યું હતું કે કર્ફ્યુ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 4 અને 5 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, શ્રીનગરનાં પોલીસ અધિક્ષકે માહિતી આપી છે કે નક્કર માહિતી મળી છે કે અલગાવવાદીઓ અને પાકિસ્તાન પ્રાયોજિત જૂથો 5 ઓગસ્ટને બ્લેક ડેતરીકે ઉજવવાનું વિચારી રહ્યા છે, આ દિવસે તેઓ હિંસા અને વિરોધ પ્રદર્શન કરી શકે છે. ચૌધરીએ કહ્યું કોઈપણ મોટો મેળાવડો કોવિડ-19 નાબૂદી તરફ કરવામાં આવેલા કામ માટે જીવલેણ સાબિત થશે.

નોંધપાત્ર વાત એ છે કે ગત વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં પણ આ જ પ્રકારનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્રએ બંધારણની કલમ 37૦ ને નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચ્યું હતું. જે બાદ સેંકડો રાજકીય નેતાઓની અટકાયત અથવા ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત ઘણા નેતાઓ હજી પણ નજરકેદ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.