કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ કરતા પહેલા યોજાયેલા ભૂમિપૂજનનાં દિવસે ટ્વીટ કર્યું છે. રાહુલે પોતાના ટ્વિટમાં ભગવાન રામનાં સ્વરૂપો વિશે જાણકારી આપી છે. રાહુલે લખ્યું, ‘મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ શ્રેષ્ઠ માનવ ગુણોનું સ્વરૂપ છે. તે આપણા મનનાં ઉંડાણોમાં માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે, તે ક્યારેય દ્વેષમાં પ્રકટ ન થઇ શકે. રામ કરુણા છે, તે ક્યારેય ક્રૂરતામાં પ્રકટ નથી થઇ શકતો. રામ ન્યાય છે, તે ક્યારેય અન્યાયમાં પ્રકટ નથી થઇ શકતા.’
મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભૂમિપૂજન પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘ભગવાન રામ દરેકમાં છે અને દરેકનાં છે અને આવી સ્થિતિમાં 5 ઓગસ્ટે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે થવા જઇ રહેલા ભૂમિ પૂજન રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનું કાર્યક્રમ બનવુ જોઇએ.‘ તેમણે કહ્યું કે “રામ હિંમત છે, રામ સંગમ છે, રામ સંયમ છે, રામ સાથી છે.” રામ દરેકનાં છે, રામ બધાનાં છે. ભગવાન રામ સૌનું કલ્યાણ ઇચ્છે છે. તેથી જ તે મર્યાદા પુરુષોત્તમ છે. કોંગ્રેસનાં મહાસચિવે કહ્યું કે, ‘5 ઓગસ્ટ, 2020 નાં રોજ રામલાલા મંદિરનાં ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભગવાન રામની કૃપાથી આ કાર્યક્રમ તેમના સંદેશને પ્રસારિત કરતો રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ બની ગયો. જય સિયારામ.‘
मर्यादा पुरुषोत्तम भगवान राम सर्वोत्तम मानवीय गुणों का स्वरूप हैं। वे हमारे मन की गहराइयों में बसी मानवता की मूल भावना हैं।
राम प्रेम हैं
वे कभी घृणा में प्रकट नहीं हो सकतेराम करुणा हैं
वे कभी क्रूरता में प्रकट नहीं हो सकतेराम न्याय हैं
वे कभी अन्याय में प्रकट नहीं हो सकते।— Rahul Gandhi (@RahulGandhi) August 5, 2020
Loading tweet…