
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. નોધનીય છે કે, CBI માં રહેલા ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી આ સમગ્ર પ્રકરણની તપાસ કરશે. CBIની તપાસ ટીમમાં ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિંહા જે CBIના એડિશનલ ડાયરેક્ટર છે. સીબીઆઇને તપાસ સોંપયા પછી ગુજરાત કેડરના સિનિયર આઇપીએસ અધિકારી મનોજ શશીધર ના માર્ગદર્શન હેઠળ મહિલા આઈપીએસ ઓફિસર ગગનદીપ ગંભીર આ સમગ્ર પ્રકરણ ની તપાસ કરશે. જ્યારે SP રવિ ગંભીર અને અનિલ યાદવ આ કેસમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે.
એફઆઈઆરમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ પણ છે. સીબીઆઈએ આઈપીસીની કલમ 306, 341, 342, 420, 406 અને 506 હેઠળ એફઆઈઆર નોંધી છે. સીબીઆઈએ ફાઇલ કરેલી એફઆઈઆરમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ છે.
અભિનેત્રી રિયા ચક્રવર્તી પર ગુનાહિત ષડયંત્રનો આરોપ છે, તેણે સુશાંતને આપઘાત કરવા ઉશ્કેર્યનો આરોપ છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. કે.કે.સિંહે રિયા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે બુધવારે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. સીબીઆઈએ હવે આ મામલાની તપાસને ઝડપી રાખીને એફઆઈઆર નોંધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.