રાજસ્થાનનું રાજકીય દંગલ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યુ અને ફરી એકવાર કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર બચશે કે પડી જશે તેના તર્ક વિતર્કો શરુ થય ગયા છે. રાજસ્થાનનાં રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી આપી દીધી છે અને અશોક ગેહલોટ ફરી એક વખત પોતાનું બળ બતાવવા સજજ જોવામાં આવી રહ્યા છે, ત્યારે સામે પક્ષે પણ ગેહલોતની બાઝી બગાળવાની પુરી કોશિશ કરવામાં આવી રહી હોવાની વાતો ચર્ચામાં છે. સૂત્રોનાં હવાલાથી વિગતો સામે આવી હતી કે, રાજસ્થાનનાં 6 ધારાસભ્યો સીધા જ ગુજરાતનાં સોમનાથ પહોંચ્યા હતા અને દેવાધિદેવનાં દર્શન કરી ત્યાં ની જ હોટલમાં રોકણ પણ કરવાનાં હતા, તેમનાં તમામનાં રુમો પણ હોટલમાં બુક કરી દેવામાં આવ્યા હોવાની વિગતો પણ વહેતી થઇ હતી. તો આ તમામ 6 ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
જી હા, રાત્રે સોમનાથ મહાદેવના દર્શન બાદ રાજસ્થાનનાં ગુજરાત આવેલા 6 ધારાસભ્યો ગાયબ થઇ ગયા છે. સોમનાથ ટ્રસ્ટના સાગર દર્શન ગેસ્ટ હાઉસમાં રોકાણ હતું. સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 6 રૂમ બુક કરાયા હતા. ગત રાત્રે જિલ્લા ભાજપના મહામંત્રી માનસિંગ પરમાર દ્વારા તમામ 6 ધારાસભ્યોનું સોમનાથ ખાતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ તમામ રાજસ્થાનનાં ગુજરાત આવેલા 6 ધારાસભ્યો ગાયબ થઇ ગયા છે અને તેમને અચાનક અન્ય અજ્ઞાત સ્થળે રવાના કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….