રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત રાજકીય અશાંતિ વચ્ચે જેસલમેર વિધાનસભાનાં વિધાયક દળની બેઠકમાં પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. દરમિયાન, ગેહલોતે ભાજપ પર સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગેહલોતે ભાજપના ધારાસભ્યની ફેન્સીંગ વિશે કહ્યું કે, હવે ભાજપે તેના દરવાજા ખોલ્યા છે. અશોક ગેહલોતે કહ્યું કે ભાજપના નેતાઓ અને જેમણે અમારી પાર્ટી છોડી દીધી છે તેમની સામે દરેક ઘરમાં ગુસ્સો છે. આ સાથે જ ગેહલોતે ફરી એકવાર ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો.
ગેહલોતે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તમે વિચારી શકો કે સરકારમાં તો અમે લોકો છીએ, હોર્સ ટ્રેડિંગ થઇ રહ્યું છે. અમે ધારાસભ્યોની સાથે મળી આ પરિસ્થિતિ સામે લદી રહ્યા છીએ. પરંતુ ભાજપને શું ચિંતા છે, તે કેમ ત્રણથી ચાર સ્થળે ધારાસભ્યોને ફેરવી રહ્યું છે અને તોડ જોડમાં લાગ્યું છે. કેમ તેમને બચાવવામાં પડ્યું છે.
આવી પરંપરા વિકસિત ન થવી જોઈએ
ગેહલોતે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં આવી પરંપરા ન કદી હતી અને ન કદી વિકસીત થવી જોઇએ. ચૂંટાયેલી સરકારને પછાડવા માટે બે-ત્રણ પ્રયાસો થયા છે. મેં હંમેશા આવી બાબતોનો વિરોધ કર્યો છે. રાજ્ય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે મેં ભૈરોનસિંહ શેખાવતની સરકાર સમયે વિરોધ કર્યો હતો. આ મામલે તત્કાલીન વડાપ્રધાન નરસિંહરાવજીને પણ મળ્યો હતો. ત્યારે પણ તેમણે વિરોધ કર્યો હતો. તે સમયે બલિરામ ભગત રાજસ્થાનમાં હતા.
અમે જીતીશું: ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું કે અમારી લડત સરકારને અસ્થિર કરવાના કાવતરા વિરુદ્ધ છે. વિજય સત્યનો જ રહેશે, રાજસ્થાનના ઘર ઘરમાં એજ ચર્ચા છે, અમારા કેટલાક ધારાસભ્યો અને ભાજપ સામે રોષ છે. દરેક જણ કહે છે કે સરકાર સારુ કામ કરી રહી છે, કોરોના મામલે ખુબ સારુ કામ કર્યુ છે. દેશ અને દુનિયામાં રાજસ્થાનની પ્રશંસા થઈ રહી છે. જીવન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે ત્યાં રાજકારણ પાછળ છોડી દેવુ જોઇએ. પરંતુ કમનસીબે જીવ બચાવવા માટેના સંઘર્ષ દરમિયાન ભાજપને સરકારો ગબડવાનું કાવતરું કરવાનો સમય મળી રહ્યો છે.
PM મોદીને પણ આ મામલે અવગત કર્યા છે – ગેહલોત
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે મેં વડા પ્રધાન સાથે પણ આ મામલે વાત કરી છે. મેં વારંવાર નામ લીધા છે, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ જેવા ઘણા નેતાઓ આ ષડયંત્રમાં સામેલ છે. અમિત શાહનું વલણ તમારા બધાને ખબર છે. વસુંધરા રાજેએ દિલ્હીમાં પડાવ લગાવવાના સવાલ પર અશોક ગેહલોતે કહ્યું કે ભાજપ ને જે કરવુ હોય તે કરે, તેનો મારા માટે કોઈ અર્થ નથી. પરંતુ ભાજપના લોકો દેશમાં લોકશાહીને નબળી કરી રહ્યા છે. હું તમને ખાતરી આપવા માંગું છું કે આવા દળો સાથેની અમારી લડત સતત ચાલુ રહેશે. 14 ઓગસ્ટ પછી, અમે આ જ રીતે આ દળો સામે લડતા રહીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….