આ વીડિયોમાં, જે મહિલા માર્ગ પર મેનહોલ ખોલીને ઉભી છે, એવું માનવામાં આવે છે કે તે છેલ્લા પાંચ કલાકથી વરસાદમાં ઉભી હતી જેથી પાણીનો નિકાલ પણ થાય અને કોઇ તેમા પડી ન જાય. હવે સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાનાં જુસ્સાનાં વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં આ મહિલા મેનહોલની નજીક કલાકો સુધી ઉભી રહી હતી, સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ વીડિયો માટુંગા પશ્ચિમમાં તુલસી પાઇપ રોડનો છે. મળી રહેલી માહિતી અનુસાર, પહેલા આ મહિલાએ મેનહોલ ખોલ્યો અને ત્યારબાદ 5 કલાક સુધી તેની પાસે ઉભી રહી.
This video is from Tulsi Pipe Road in Matunga West, Mumbai. The lady seen in the video had been standing beside the open manhole for five hours to warn commuters driving on the road.
VC: Bhayander Gudipadva Utsav pic.twitter.com/FadyH175mY
— The Better India (@thebetterindia) August 7, 2020
આપને જણાવી દઇએ કે આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે આ મહિલા સતત વરસાદમાં મેનહોલની નજીક ઉભી રહી છે અને ત્યાથી પસાર થતા વાહનો અને બાઇક ચાલકોને મેનહોલથી દૂર રાખવા માટે હાથ વડે ઇશારો પણ કરી રહી છે. જો રસ્તો સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે, તો આ મહિલાએ વિચાર્યું કે મેનહોલ ખોલવો જોઈએ અને રસ્તા પર પાણી ભરાયેલુ ખાલી થઇ જવુ જોઇએ, આજનાં સમયમાં ખૂબ જ ઓછા લોકો પોતાને મુશ્કેલીમાં મુકીને અન્યની મદદ કરે છે. આ મહિલાએ પોતાના વિશે ન વિચારી રસ્તા પર 5 કલાક સુધી ઉભી રહી, જેથી કોઇ દુર્ઘટના ન થઇ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.