કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોંગ્રેસનાં ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિનાં નિવાસસ્થાન પર તોડફોડ કરવામાં આવી છે. કેટલાક અજાણ્યા બદમાશોએ તેમના ઘરે તોડફોડ કરી હતી અને તેને આગ ચાંપી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિનાં ભત્રીજા દ્વારા કથિત રીતે બનાવવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર સમગ્ર વિવાદ ઉભો થયો છે. આ પછી, મોટી સંખ્યામાં બદમાશોએ હોબાળો મચાવ્યો હતો. હાલમાં ધારાસભ્યનાં ઘરની બહાર વધુ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસનાં ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિનાં ભત્રીજા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાયા બાદ લોકો ઉશ્કેરાયા હતા. તેમણે કહ્યું કે આ પોસ્ટથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અચાનક, મંગળવારે મોડી રાત્રે બેંગ્લોરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિનાં નિવાસ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક બદમાશોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધારાસભ્યનાં નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી.
Congress MLA Srinivas Murthy’s residence in Bengaluru vandalised, allegedly over an inciting social media post by his nephew. Karnataka Home Minister says, “Issue to be probed but vandalism is not the solution. Additional forces deployed. Action will be taken against miscreants.” pic.twitter.com/Xa1q6SI6mG
— ANI (@ANI) August 11, 2020
હોબાળો મચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં પોલીસ અને પ્રશાસનનાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. કર્ણાટકનાં ગૃહમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્યનાં નિવાસસ્થાને હોબાળો મચાવતા ત્રાસવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ થવી જોઇએ. ધારાસભ્યનાં ઘરની બહાર ફોર્સ તૈનાત કરાયા બાદ લોકોએ ડીજે હલ્લી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.