કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા રાજીવ ત્યાગીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ત્યાગીની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ હતી. કોંગ્રેસનાં એક ટ્વિટ દ્વારા ત્યાગીનાં મોતની માહિતી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજીવ ત્યાગીનાં અચાનક અવસાનથી અમને ખૂબ દુઃખ થયું છે. એક મક્કમ કોંગ્રેસ અને દેશભક્ત … દુઃખની આ ઘડીમાં અમારા વિચારો અને પ્રાર્થના તેમના પરિવાર સાથે છે.
કોંગ્રેસનાં પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર બુધવારે સાંજે ટીવી ચર્ચામાં ભાગ લીધા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અહેવાલો અનુસાર તબિયત બગડતા તેમને ગાઝિયાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આપને જણાવી દઇએ કે, રાજીવ ત્યાગી એક ન્યૂઝ ચેનલ પર સાંજે પાંચ વાગ્યે જોડાયા હતા. જેમાં તે બેંગલુરુંમાં કોંગ્રેસનાં ધારાસભ્યનાં મકાનમાં તોડફોડ અને શહેરમાં થયેલી કોમી હિંસા અંગે પક્ષની તરફેણ કરી રહ્યા હતા. તે ચર્ચામાં ભાજપનાં જાણીતા પ્રવક્તા સંબિત પાત્રા પણ સંકળાયેલા હતા. આ ચર્ચામાં તે સંબિત પાત્રાનાં તીક્ષ્ણ હુમલાઓનો ખૂબ જ બુદ્ધિ અને ધૈર્યથી જવાબ આપતા જોવા મળ્યા હતા. આ ચર્ચા પછી તેમની તબિયત બગડી હતી.
કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યાં અનુસાર, તેમના મૃત્યુ અંગેની માહિતી મળ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ત્યાગીની પત્ની સાથે ફોન પર વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો. સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ગુરુવારે ગાજિયાબાદમાં હિંડન નદી પાસેનાં સ્મશાનગૃહમાં ત્યાગીનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે આજે તેનો બબ્બર સિંહ ગુમાવ્યો છે. રાજીવ ત્યાગીનાં કોંગ્રેસ પ્રેમ અને સંઘર્ષની પ્રેરણા હંમેશા યાદ રહેશે. તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ અને પરિવાર પ્રત્યે સંવેદના.
कॉंग्रेस ने आज अपना एक बब्बर शेर खो दिया।
राजीव त्यागी के कॉंग्रेस प्रेम व संघर्ष की प्रेरणा हमेशा याद रहेंगे।
उन्हें मेरी भावभीनी श्रद्धांजलि व परिवार को संवेदनाएँ। pic.twitter.com/9C0SNuFFYK
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજીવ ત્યાગીને પાર્ટીનાં સમર્પિત યોદ્ધા ગણાવીને શ્રદ્ધાંજલિ આપી છે. પ્રિયંકાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રવક્તા રાજીવ ત્યાગીનું અકાળે મૃત્યુ મારા માટે એક વ્યક્તિગત દુ:ખ છે. આપણા દરેક માટે અપૂર્ણીય નુકસાન છે. રાજીવ જી વિચારધારા સમર્પિત યોદ્ધા હતા. તમામ યુપી કોંગ્રેસ તરફથી પરિવારને હ્રદયથી શોક. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
भारतीय राष्ट्रीय कांग्रेस के प्रवक्ता श्री राजीव त्यागी जी की असामयिक मृत्यु मेरे लिए एक व्यक्तिगत दुःख है। हम सबके लिए अपूर्णीय क्षति है।
राजीव जी विचारधारा समर्पित योद्धा थे। समस्त यूपी कांग्रेस की ओर से परिजनों को हृदय से संवेदना।
ईश्वर उनके परिवार को दुख सहने की शक्ति दें। pic.twitter.com/GpdsAeKwxo
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.