પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્મી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, મુખર્જીની હાલત હજી સ્થિર છે અને તેમને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન ઘણી એવી પણ અફવાઓ સામે આવી રહી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થઇ ગયુ છે. જો કે આ વાતને તેમના પુત્રએ ટ્વીટ દ્વારા નકારી છે.
પૂર્વ રાષ્ટ્રપતિનાં પુત્ર અભિજીત મુખર્જીએ તાજેતરમાં ચાલી રહેલી અફવાને પૂરી રીતે નકારી દીધી છે. તેમણે ટ્વીટ દ્વારા લખ્યુ છે કે, મારા પિતા પ્રણવ મુખર્જી હજી જીવંત છે અને હેમોડાયનેમિકલી સ્થિર છે! નામાંકિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાયેલી અટકળો અને બનાવટી સમાચારો સ્પષ્ટપણે બતાવે છે કે મીડિયા ભારતમાં નકલી સમાચારોનું કારખાનું બની ગયું છે.
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જીએ સોમવારે લખ્યું કે, હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, મારા સંપર્કમાં આવેલા બધા લોકો કોરોના ટેસ્ટ કરાવી લે, પોતાને પણ અલગ કરી લે. આર્મી હોસ્પિટલનાં અધિકારીઓએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિનાં બ્રેનમાં લોહીનું ગાંઠ થઇ હતી. જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી છે. તેમની સર્જરી સફળ રહી છે. હાલ તે વેન્ટિલેટર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.