
ગાઝિયાબાદના પૂર્વ સાંસદ સુરેન્દ્ર પ્રકાશ ગોયલનું કોરોના વાયરને કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમનો કોરોના રીપોર્ટ 30 જુલાઈએ આવ્યો હતો. પૂર્વ સાંસદના પુત્રએ રાજ્યકક્ષાના પ્રધાન અતુલ ગર્ગને પણ સારવારમાં મદદ કરવા વિનંતી કરી હતી.
આ પછી રાજ્યના પ્રધાન અતુલ ગર્ગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન સિંહને ફોન પર વાત કરીને વધુ સારી સારવાર આપવા જણાવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી તે ગંગારામ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા.
પરિવારના અન્ય ચાર સભ્યોની પણ સર ગંગારામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. સુરેન્દ્ર પ્રકાશ ગોયલે કાઉન્સિલરથી સાંસદ સુધી રાજકીય ક્ષેત્રે લાંબી મજલ કાપી હતી.
સુરેન્દ્ર ગોયલ સિટી બોર્ડના અધ્યક્ષ, સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ગાઝિયાબાદના કોંગ્રેસ અને ઉદ્યોગપતિઓમાં પણ શોકનું મોજુ છે. કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીના નિધન બાદ જિલ્લા નેતાઓ કોંગ્રેસના નેતાના અવસાનથી ખૂબ દુ:ખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.