સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે કોવિડ-19 રોગચાળાને પગલે સત્રની તૈયારીઓની સમીક્ષા કરવા લોકસભા અને રાજ્યસભા બંનેનાં ચેમ્બર્સની મુલાકાત લીધી હતી. આ પહેલા રવિવારે રાજ્યસભા સચિવાલયે કહ્યું હતું કે, ચોમાસું સત્ર દરમિયાન ઉપરના ગૃહનાં સભ્યો બંને ચેમ્બર અને ગેલેરીઓમાં બેસાડવામાં આવશે. ભારતીય સંસદનાં ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં 60 સભ્યો ચેમ્બરમાં બેસશે અને 51 સભ્યો રાજ્યસભાની ગેલેરીઓમાં બેસશે. આ સિવાય બાકીનાં 132 સભ્યો લોકસભા ચેમ્બરમાં બેસશે. લોકસભા સચિવાલય પણ સભ્યોને બેસવાની સમાન વ્યવસ્થા કરી રહ્યું છે.
આ પણ વાંચો- દિલ્હી મેટ્રોનાં કર્મચારીઓ પર કોરોના વાયરસનો માર, સેલેરીમાં મોટો ઘટાડો
સુત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બંને ગૃહમાં એક સાથે બેઠક હોય છે પરંતુ આ સમયે અસાધારણ સંજોગોને લીધે એક ગૃહ સવારે બેસશે અને બીજાની કાર્યવાહી સાંજે થશે. આપને જણાવી દઈએ કે, મહામારીનાં કારણે સંસદનાં બજેટ સત્રની અવધિમાં કાપ લાવવામાં આવ્યો હતો અને 23 માર્ચે બંને ગૃહોને અનિશ્ચિતકાળ માટે સ્થગિત રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકીય પક્ષોને તેમની ક્ષમતા અનુસાર બેસવાની સૂચના આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહનાં નેતા થાવરચંદ ગેહલોત, અને વિપક્ષનાં નેતા અને અન્ય પક્ષનાં નેતાઓ માટે ઉપલા ગૃહનાં ચેમ્બરમાં નામાંકિત બેઠકો નક્કી કરવામાં આવશે. ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને એચ.ડી.દેવેગૌડા, જે રાજ્યસભાનાં સભ્ય પણ છે, તેમના માટે પણ ગૃહનાં ચેમ્બરમાં નામાંકિત સીટો નક્કી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.