કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારનાં ઘણા નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા છે. તેઓ ઘણીવાર ટ્વીટ મારફતે કેન્દ્ર સરકારને સવાલ કરતા રહે છે. આજે ફરી રાહુલ ગાંધીએ ટ્વીટ મારફતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
ટ્વિટ દ્વારા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે અને સરકારની નિષ્ફળતાઓને ગણાવી છે. કોંગ્રેસ નેતાએ બુધવારે દેશમાં ઝડપથી વધી રહેલી બેરોજગારી વિશે ટ્વિટ કરીને લખ્યું છે કે ફેસબુક પર ખોટા સમાચાર અને દ્વેષ ફેલાવીને દેશની બેકારી અને અર્થવ્યવસ્થા સર્વનાશનાં સત્યને છુપાવી શકાતા નથી. રાહુલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘છેલ્લા 4 મહિનામાં 2 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. 2 કરોડ પરિવારનું ભવિષ્ય અંધારામાં છે. ફેસબુક પર ખોટા સમાચારો અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાનાં સત્યને છુપાવી શકાતી નથી.‘
पिछले 4 महीनों में क़रीब 2 करोड़ लोगों ने नौकरियाँ गँवायी हैं। 2 करोड़ परिवारों का भविष्य अंधकार में है।
फेसबुक पर झूठी खबरें और नफ़रत फैलाने से बेरोज़गारी और अर्थव्यवस्था के सर्वनाश का सत्य देश से नहीं छुप सकता। pic.twitter.com/xXagwu5Ytx
— Rahul Gandhi (@RahulGandhi) August 19, 2020
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમના ટ્વિટ સાથે એક સમાચાર એટેચ કર્યા હતા, જેમાં એપ્રિલ 2020 થી 1.89 કરોડ નોકરીઓનો દાવો કરવામાં આવ્યો હતો. રાહુલે આ અગાઉ ભારત-ચીન સરહદ વિવાદ, કોરોના મહામારીને પહોંચી વળવા સરકારની કથિત નિષ્ફળતા અને પીએમ કેર્સ ફંડ જેવા મુદ્દાઓ પર સરકાર પર પ્રહારો કરી ચુક્યા છે. 16 ઓગસ્ટે સરહદ વિવાદનાં મામલામાં રાહુલે ટ્વિટ કર્યું હતું કે, ‘વડા પ્રધાન સિવાય દરેક ભારતીય સેનાની તાકાત અને બહાદુરીમાં વિશ્વાસ રાખે છે. જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી. જેમના જૂઠ્ઠાણાથી આ સુનિશ્ચિત થશે કે તેઓ તેને જાળવી રાખે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.