
જમ્મુ હાલમાં ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે. વરસાદને કારણે જમ્મુની નદીઓ ચરમસીમાએ પહોંચી ગઇ છે. ભારે વરસાદને કારણે તાવી નદીનાં જળસ્તરમાં પણ વધારો થયો છે, તેના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ છે. એટલું જ નહીં વરસાદને કારણે અનેક બાંધકામોને ભારે નુકસાન થયુ છે. નરૂલથી કૈથી જાનવાલાનો સંપર્ક માર્ગ તૂટી ગયો છે. આપને જણાવી દઇએ કે, કિશ્તવાડમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
જમ્મુનાં માર્ગો પર પાણી ભરાવાથી જમ્મુને ઘણી અસર થઈ છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં હવામાનને ધ્યાનમાં રાખીને ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમાં એમ પણ કહ્યું હતું કે ડુંગરાળ વિસ્તારોમાં પણ ભૂસ્ખલન જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
#WATCH Jammu & Kashmir: Water-level of Tawi river rises in Jammu, following heavy rainfall in the city. pic.twitter.com/PEOSmgQ3Xh
— ANI (@ANI) August 27, 2020
જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે ગડીગઢ વિસ્તારનો પુલ પણ ધરાશાયી થયો હતો. એટલું જ નહીં નૌશેરાનાં શ્રીગુફવાડા, મસ્તંદરા અને અનંતનાગમાં વાદળ ફાટવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી. જો કે, આ દરમિયાન કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ 3 ટ્રેનોને નુકસાન થયું છે. આપને જણાવી દઈએ કે, જમ્મુની હોસ્પિટલોથી લઇને રસ્તાઓ સુધી દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. દેશમાં પહેલા ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પૂર, ત્યારબાદ બિહાર અને હવે જમ્મુમાં પૂર લોકો માટે આફત બની ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.