
સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ જ ક્રમમાં ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું છે. તેમણે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યો છે. વળી, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે માટે ઉશ્કેરવાના આરોપ અભિનેત્રી રિયા ચક્રવર્તીના પિતા ઇન્દ્રજિત ઇડી ઓફિસ પહોંચ્યા છે, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેમની પૂછપરછ કરશે.
#JusticeforSsr
“Drug Pub & Party” culture promoted by “Nightlife” gang destroyed #SSR & cost him his life !
Who are members of “Drug Pub Party” gang?
Who is protecting them?
Who shackled Mum Police ?#ED #CBI bringing out Truth !
Justice will be done !— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) August 27, 2020
ભાજપના નેતા આશિષ શેલારે આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના કહ્યું કે, નાઈટલાઇફ ગેંગે સુશાંત સિંહ રાજપૂતને બરબાદ કરી દીધો અને તેનો જીવ ગયો. આપને જણાવી દઈએ કે આદિત્ય ઠાકરે સતત મુંબઈમાં નાઇટલાઇફ શરૂ કરવાની તરફેણમાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.