Not Set/ GST કાઉન્સિલની 41મી બેઠક પૂર્ણ, જાણો નાણામંત્રી સીતારમણએ રાજ્યોને શું આપ્યો વિકલ્પ…

GST કાઉન્સિલ – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 41મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં યોજાઇ હતી. બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યોએ જીએસટી વળતર અંગે મંથન કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, પાંચ કલાકની બેઠકમાં રાજ્યોને વિકલ્પો આપવામાં આવ્યા છે. રાજ્યો પાસે વળતર માટે રિઝર્વ બેંક (RBI)નો સંપર્ક કરવાનો વિકલ્પ છે. તમામ રાજ્યોએ સાત દિવસ […]

Uncategorized
aa1b9e82d3ddc2b99d151e7927ad13ad 1 GST કાઉન્સિલની 41મી બેઠક પૂર્ણ, જાણો નાણામંત્રી સીતારમણએ રાજ્યોને શું આપ્યો વિકલ્પ...

GST કાઉન્સિલ – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 41મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં યોજાઇ હતી. બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યોએ જીએસટી વળતર અંગે મંથન કર્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, પાંચ કલાકની બેઠકમાં રાજ્યોને વિકલ્પો આપવામાં આવ્યા છે. રાજ્યો પાસે વળતર માટે રિઝર્વ બેંક (RBI)નો સંપર્ક કરવાનો વિકલ્પ છે.

તમામ રાજ્યોએ સાત દિવસ પછી પોતાનો વિકલ્પ શું હશે તેનો જવાબ આપશે. એટલે કે, સાત દિવસ પછી ફરીથી એક ટૂંકી બેઠક મળશે. તે ફક્ત આ વર્ષ માટે હશે. કાઉન્સિલ એપ્રિલ 2021 માં ફરીથી બેઠક કરશે અને પરિસ્થિતિની સમીક્ષા કરશે.

તમને જણાવી દઇએ કે નિર્મલા સીતારામણે આ વાતનો ભૂતકાળમાં સંકેત આપ્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે, ટુ-વ્હીલર ન તો કોઈ લક્ઝરી આઇટમ છે અને ન તો તે નુકસાનકારક ચીજોની શ્રેણીમાં આવે છે, તેથી તેનાં જીએસટી રેટમાં ફેરફાર કરવાની વાત છે.

જો કે, નાણામંત્રી દ્વારા બેઠકમાં એ પણ એકરાર કરવામાં આવ્યો હતો કે કોરોનાનાં કારણે દેશભરમાં GST નું ભરણું ઘટ્યુ છે. અને કોરોનાનાં કારણે આર્થિક બાબતોમાં ખાસ કરીને GST અને સંલગ્ન ભરણામાં ભારે ઘટ આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews