
દેશની સૌથી જૂની પાર્ટીમાં કોંગ્રેસનાં તાજેતરનાં સંગઠનની ચૂંટણીઓની માંગ થઈ રહી છે. ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાં કોંગ્રેસ સંસદીય દળનાં નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, એક ટકા લોકો પણ આ વાતને સમર્થન આપી શકતા નથી, કે અધ્યક્ષ પદ પર કોઈપણ ઉમેદવારની પસંદગી ચૂંટણી વિના કરી દેવામાં આવે. આઝાદ તે નેતાઓમાં છે, જેમણે કોંગ્રેસની અંદર સંગઠન ચૂંટણીઓની માંગ કરતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.
ગુલામ નબી આઝાદે આગળ જણાવ્યું હતું કે, જો સંગઠનની ચૂંટણી જીતીને આવનાર લોકો કોંગ્રેસનું નેતૃત્વ નહી કરે તો પાર્ટી આવતા 50 વર્ષો સુધી વિપક્ષમાં જ બેસી રહેશે. ગુલામ નબી આઝાદે ન્યુઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે, “જ્યારે તમે ચૂંટણી લડો છો ત્યારે ઓછામાં ઓછા 51 ટકા લોકો તમારી સાથે હોય છે અને તમારા પક્ષનાં ફક્ત 2 થી 3 લોકો જ ચૂંટણી લડતા હોય છે. એક વ્યક્તિ કે જેને 51 ટકા મત મળશે, અન્યને 10 અથવા 15 ટકા વોટ મળશે. જે વ્યક્તિ જીતશે તે જ અધ્યક્ષ બનશે, તેનો અર્થ છે કે 51 ટકા લોકો તેની સાથે છે. ચૂંટણીઓનો લાભ છે કે જ્યારે તમે ચૂંટણી લડતા હોવ, તો તેમાંથી ઓછામાં ઓછા તમારી પાર્ટીનાં 51 ટકા લોકો તમારી સાથે ઉભા હોય છે. “જો સીડબ્લ્યુસીનાં સભ્યોની પસંદગી થાય છે, તો તેમને નિકાળી શકાય નહી. ત્યારે તેમા સમસ્યા શું છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.