Not Set/ પોપ્યુલર બિલ્ડરનાં પિતા-પુત્રની ધરપકડ, ફરિયાદમાં આ કલમોનો પણ કરવામાં આવ્યો ઉમેરો, જાણો…

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની માતા સાથે રહેતી પુત્રવધુ ફિઝુએ દહેજની માંગણી તથા મારઝુડ સંદર્ભે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દહેજ અને મારઝુડની ફરિયાદમાં પતિ મોનાંગ આર.પટેલ, સસરા રમણ બી.પટેલ, સાસુ મયુરીકાબહેન આર.પટેલ અને ફિઝુના પિતા મુકેશભાઈ બી.પટેલનો સમાવેશ થાય છે. પ્રાથમીક  ફરિયાદ બાદ આ જ મામલામાં પુત્રવધુ ફિઝુ પટેલે સાસરીયાઓ સામે હત્યાની કોશિષનો ગુનો […]

Ahmedabad Gujarat
f5d0dcdebefad87a9b16591af00bdbfb પોપ્યુલર બિલ્ડરનાં પિતા-પુત્રની ધરપકડ, ફરિયાદમાં આ કલમોનો પણ કરવામાં આવ્યો ઉમેરો, જાણો...
f5d0dcdebefad87a9b16591af00bdbfb પોપ્યુલર બિલ્ડરનાં પિતા-પુત્રની ધરપકડ, ફરિયાદમાં આ કલમોનો પણ કરવામાં આવ્યો ઉમેરો, જાણો...

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની માતા સાથે રહેતી પુત્રવધુ ફિઝુએ દહેજની માંગણી તથા મારઝુડ સંદર્ભે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દહેજ અને મારઝુડની ફરિયાદમાં પતિ મોનાંગ આર.પટેલ, સસરા રમણ બી.પટેલ, સાસુ મયુરીકાબહેન આર.પટેલ અને ફિઝુના પિતા મુકેશભાઈ બી.પટેલનો સમાવેશ થાય છે. પ્રાથમીક  ફરિયાદ બાદ આ જ મામલામાં પુત્રવધુ ફિઝુ પટેલે સાસરીયાઓ સામે હત્યાની કોશિષનો ગુનો પણ નોંધાવ્યો હતો.

પુત્રવધુ ફિઝુની ફરિયાદને પગલે સાસરીયાઓએ ફિઝુને આ અંગેના પુરાવા રજૂ ન કરવા તથા ફરિયાદમાંથી ફરી જવા માટે અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. આ નાણાં ફિઝુના નવરંગપુરાનાં સૌમ્ય ફ્લેટમાં રહેતા માસીનીમાબહેન મૌલિકભાઈ શાહના ઘરેથી ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા. પોલીસ હવે સાસરીયાઓ વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવા સંદર્ભે તપાસ કરી રહ્યા છે.

સાથે સાથે જ આ મામલામાં પુત્રવધુ ફિઝુ પટેલની રજુઆત બાદ મોટો ખુલાસો થયો છે.  અને હાલની ફરિયાદમાં અપહરણ, ધાક ધમકી અને ગોંધી રાખવાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. જો કે, પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને મોનાંગ પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને પિતા-પુત્ર સહિત ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews