તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે શુક્રવારે કહ્યું હતું કે, રાજ્યના વિધાનસભા સત્રમાં આગામી મહિને ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ આપવાની વિનંતી કરતો ઠરાવ પસાર કરવામાં આવશે. મુખ્યમંત્રી નરસિમ્હારાવની જન્મ શતાબ્દી ઉજવણી સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિમ્હા રાવની તસવીર સંસદમાં મુકવા અને હૈદરાબાદમાં સેન્ટ્રલ યુનિવર્સિટીનું નામ તેમના નામે(નરસિમ્હા રાવ) રાખવા માટે કેન્દ્રને પણ વિનંતી કરશે.
યુનિવર્સિટીની સ્થાપના નરસિમ્હારાવ દ્વારા કરવામાં આવી હતી. એક સત્તાવાર પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે જાહેરાત કરી છે કે વિધાનસભાના આગામી સત્રમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવ એક સુધારક હતા જેમણે દેશમાં ઘણા સુધારા શરૂ કર્યા હતા. તેઓ એક મહાન બુધ્ધીજીવી તરીકે વિશ્વભરમાં ઓળખાયા હતા. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.