અમદાવાદનાં ચકચારી પોપ્યુલર બિલ્ડર કેસ મામલો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને પોપ્યુલર બિલ્ડરનાં રમણ-મોંનાગ પટેલનાં 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જી હા, પુત્રવઘૂ દ્વારા દહેજ – માનસીક ત્રાસ -મારપીટ – જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો સાથે કરવામાં આવેલા કેસમાં ગઇ કાલે પોલીસ દ્વારા તમામ આરોપીને ડબોચી લોવામાં આવ્યા હતા. પોલીસ ગીરફ્તમાં આવેલા આરોપીની પુછપરછમાં પોતાની પુત્રવઘૂને જામીનમાં પોતાની મદદ કરવા માટે 2.5 કરોડ આપ્યાની વિગતો પણ ખુલવા પામી હતી. પોલીસ દ્વારા 2.5 કરોડ પુત્રવઘૂનાં માસીના ઘરેથી રિકવર કરી લેવામાં આવ્યા હતા.
બહુ ચકચારી આ કેસમાં પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓનું આજે નિવેદન નોંધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચારેય આરોપીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તમામની વિધિવત રીતે ધરપકડ બતાવ્યા બાદ મેડિકલ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમીક તપાસમાં પોલીસ સમક્ષ બાપ દીકરા ઘૂંટણિયે પડયાની વિગતો સામે આવી રહી છે. બાપ દીકરા ફરારી દરમિયાન ચાર દિવસ ગુજરાતમાં રોકાયા હતા અને બાદમાં રાજસ્થાન પણ ગયા હોવાની કબૂલાત આપી છે.
બાપ દીકરા ફરારી દરમિયાન હાઇફાઈ હોટલની જગ્યાએ નાના ઢાબાઓમાં રોકાતા હતા. આરોપીઓ મિત્રોના ગામડે પણ રોકાયા હતા. તમામ જગ્યાઓએ ટેક્ષી કાર બદલીને જ જતા હતા. ઘરેલુ હિંસાની ફરિયાદ બાદ રૂ. 2.5 કરોડનો વ્યવહાર કર્યો હોવાની વિગતોને પણ સત્તવાર રીતે પુષ્ટી આપી છે. 2.5 કરોડ ટોકન હતા કે કેમ તે બાબતે તપાસ ચાલી રહી છે. પૌત્રી કોણ રાખશે તે બાબતે પણ દબાણ કરાયું હતુ.
રમણ પટેલે પૌત્રી, પુત્રવધૂ ફિઝુને આપવા તૈયારી દર્શાવી હતી. આખરે કેસમાંથી છૂટવા માટે ફિઝુને પૌત્રી આપવા તૈયારી બતાવી હતી. 16-17 ઓગસ્ટના રોજ અઢી કરોડ ફિઝુને આપ્યા હતા. ફિઝુએ જ પૈસા તેની માસીના ઘરે મુક્યા હતા. સવારથી બિલ્ડરોની પોલીસ સ્ટેશન બહાર લાઈન લાગી છે. દશરથ પટેલનો ગનમેન પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતો.
પ્રાથમીક તપાસ બાદ પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી, કોર્ટ પાસે આ મામલે બાકી રહી જતી માહિતી મેળવવા અને વધુ તપાસ માટે 7 દિવસનાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા પોલીસની માંગણી ગ્રાહ્ય રખાતા તમામ આરોપીઓને 7 દિવસનાં રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….