ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક 1 લાખની નજીક પહોચવા આવ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોરોના ટેસ્ટિંગ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા આસોપાલવ શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કુલ 9 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.
આ તમામ કોરોનો પોઝીટીવ કર્મચારીઓને મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર તેમ જ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી રેપિડ ટેસ્ટથી માંડીને હોટલો, શો રૂમ, મલ્ટીપ્લેક્ષ, મોલ તેમ જ રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સીંગ તેમ જ જાહેરમાં થુંકવા બદલના કેસો કરીને દંડ વસૂલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.