ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ (GII 2020) માં ભારત પ્રથમ વખત ટોચનાં 50 દેશોમાં જોડાયો છે. ચોથા સ્થાનનાં સુધારણા સાથે, ભારત આ વર્ષે આ અનુક્રમણિકામાં 48 માં સ્થાને પહોંચી ગયું છે. રસપ્રદ વાત એ છે કે મધ્ય અને દક્ષિણ એશિયામાં, ભારત ઇનોવેશનનાં મામલે પ્રથમ ક્રમે છે. 2015 માં ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત 81 માં ક્રમે હતું. આ પહેલા તે 2016 માં 66 માં, 2017 માં 60 માં, 2018 માં 57 માં અને 2019 માં 52 માં ક્રમે હતુ.
ઇનોવેશન ઈન્ડેક્સમાં સ્વિટ્ઝર્લેન્ડે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એ જ રીતે, સ્વીડન બીજા અને અમેરિકા ત્રીજા સ્થાને છે. બ્રિટન એક સ્થાનથી આગળ વધીને ચોથા સ્થાને, જ્યારે નેધરલેન્ડ એક સ્થાન ઘટીને પાંચમાં સ્થાને રહ્યું છે. ઉચ્ચ આવક ધરાવતા દેશો દ્વારા ઈન્ડેક્સની ટોચની 10 સ્થિતિઓનું વર્ચસ્વ છે. રિપબ્લિક ઓફ કોરિયાએ પ્રથમ વખત ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. ટોપ 10 માં સ્થાન મેળવનાર તે બીજો એશિયન દેશ છે. સિંગાપોર આ યાદીમાં 8 માં ક્રમે છે. ડેનમાર્ક છઠ્ઠા સ્થાને, ફિનલેન્ડ સાતમાં ક્રમે અને જર્મની નવમાં ક્રમે છે.
આ પણ વાંચો – કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર, ભારત અને US ની 11 ટીમો કરશે કોવિડ-19 સંબધિત શોધ કાર્ય
ભારત વિશેનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે વિશ્વની ત્રીજી સૌથી નવીન મધ્યમ આવકની ઇકોનોમી છે. રેન્કિંગ પહેલા, જીઆઈઆઈ હેઠળ 131 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના મેટ્રિક્સમાં સંસ્થાઓ, હ્યુમન કેપિટલ એન્ડ રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટ સોફિસ્ટિકેશન અને બિઝનેસ સોફિસ્ટિકેશન, નોલેજ, ટેક્નોલોજી આઉટપુટ અને ક્રિએટિવ આઉટપુટ શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.