
કોરોના વાયરસ દેશ – દુનિયા પર હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોનાની કોઇ માન્ય દવા કે રસી હજુ બજાર સુધી આવી નથી. દુનિયાનાં અનેક દેશ કોરોનાને ઝેર કરવા રસીની શોધ કરી રહ્યા છે ત્યારે ભારત માટે આ મામલે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર માટે ભારતીય વૈક્સીન વિશે સારા સમાચાર એવા છે કે રસીનાં ટ્રાયલનાં બીજા તબક્કા માટે હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ત્યારે આપવામાં આવી જ્યારે કંપનીએ દાવો કર્યો છે કે, પ્રાણીઓ પર તેની કોવેક્સિનનું ટ્રાયસ સફળ રહ્યું છે.
ભારત બાયોટેક દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વૈક્સીનની તપાસ વાંદરાઓના ચાર અલગ અલગ જૂથો પર કરવામાં આવી હતી. આ દરમિયાન SARS-CoV-2 વૈક્સીનના બે ડોઝ આપવામાં આવ્યા હતા અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસમાં એક જૂથને પ્લેસબોથી સંચાલિત કરવામાં આવ્યું હતું જ્યારે ત્રણ જૂથોને 14 દિવસમાં 3 જુદી જુદી રસી આપવામાં આવી હતી. 14 દિવસ પછી તેને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. રસીને કારણે તેના પર ટ્રાયલ દરમિયાન કોરોના વાયરસ બેઅસર રહ્યો.
પરિણામ જોતાં જાણવા મળ્યું કે વાંદરાઓને રસી અપાયેલી હતી તેમાં પ્રતિરોધક ક્ષમતા વિકસી હતી. રસી આપવામાં આવતા જૂથોની હિસ્ટોપેથોલોજીકલ પરિક્ષણમાં ન્યુમોનિયાના કોઈ પુરાવા જોવા મળ્યા નથી. એકંદરે, આ રસી વાયરસ સાથેના લડવામાટે અસરકારક જોવા મળી હતી.
ICMR અનુસાર ભારતમાં કોરોના રસીના ત્રણ ટ્રાયલ ચાલી રહ્યા છે. સેરમ ઇન્સ્ટિટ્યૂટમાં રસીનો તબક્કો 2 (બી) અને ફેઝ 3 ટેસ્ટ ચાલુ છે. તે જ સમયે, ઇન્ડિયા બાયોટેક રસીનું સ્ટેજ 2 શરૂ થશે અને જેડિયસ કેડિલાની રસી તબક્કો 2 માં 50 લોકોની પરીક્ષણ પૂર્ણ કરી છે. જો કે, ભારતની પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વાયરસ રસીનું ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના આગલા નિર્દેશ પથી ફરી ટ્રાયલ શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….