રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટે ફરી એકવાર પત્ર લખીને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ચૂંટણી વચનની યાદ અપાવી છે. પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાજ્ય સરકારની નોકરીમાં સૌથી પછાત વર્ગ (એમબીસી) ને પાંચ ટકા અનામત આપવા પત્ર લખ્યો છે. આમાં તેમણે કહ્યું છે કે, ચૂંટણીની જાહેરાત છતાં આ અનામત હજુ સુધી લાગુ કરવામાં આવી નથી.
પાયલોટે તેમના પત્રમાં લખ્યું છે કે, “મારા ધ્યાનમાં આ વાત લાવવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતીમાં એમબીસી સમાજને 5 ટકા અનામત આપવામાં આવી નથી.” પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો આ પત્ર શનિવારે મીડિયામાં જાહેર કરાયો હતો. પાયલોટે લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2018 માં 5 ટકા અનામત આપવામાં આવી ન હતી અને રીટ ભરતી 2018 પણ. પાયલોટે કહ્યું છે કે રાજ્યના વિવિધ પ્રદેશોના પ્રતિનિધિ મંડળોએ તેઓને મળીને અને અહેવાલો દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે.
આ ઉપરાંત પાયલોટે દેવનારાયણ બોર્ડ અને દેવનારાયણ યોજના અંતર્ગત અટકેલા વિકાસ કામોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના મતે લોકો આ બંને યોજનાઓને બજેટની ફાળવણી સાથે લાગુ કરવા માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજસ્થાનની કોંગ્રેસ સરકાર સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચેના ખટરાગ ને કારણે કટોકટીમાં હતી. ગેહલોત સામે મોરચો ખોલનારા સચિન પાયલોટની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હસ્તક્ષેપ વડે મનાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.