સંસદનું મોનસૂન સત્ર સોમવારે શરૂ થયુ છે. ત્યારે આ વખતે સત્ર કોરોના રોગચાળાને કારણે વિલંબિત થયુ છે. સત્ર શરૂ થતા જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત 34 થી વધુ પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી જીડીપી અને ચીન સરહદ વિવાદને લઈને જોરશોરથી ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન ટીએમસીનાં સાંસદ સૌગત રાયે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.
જણાવી દઇએ કે,, નાણાકીય વર્ષ 2020-21 નાં પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ-23 સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર તેને એક્ટ ઓફ ગોડ ગણાવી રહી છે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષનાં નિશાના પર આવી ગયા હતા. જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડા માટે વિપક્ષ તેમની નીતિઓને દોષી ઠેરવી રહ્યા છે. લોકસભામાં ચર્ચા દરમિયાન ટીએમસીનાં સાંસદ સૌગત રાયે નાણાં પ્રધાન વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી, જેના પર એનડીએનાં સાંસદો ભારે હંગામો કર્યો હતો.
સંસદીય બાબતોનાં પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે, નાણામંત્રી એક મહિલા છે, ત્યારે તેમના અંગત ડ્રેસ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. વરિષ્ઠ સભ્ય હોવાને કારણે પણ સૌગત રાય આવી વાતો કરી રહ્યા છે. તેમણે બિનશરતી માફી માંગવી જોઈએ. આ મહિલાઓ પ્રત્યેનું અપમાન છે. વિવાદ વધતા સ્પીકર ઓમ બિરલા પણ એક્શનમાં આવ્યા હતા અને તેમણે આ ટિપ્પણીને રેકોર્ડમાંથી દૂર કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.