
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલના ICU માં સોમવારે સવારે આગ લાગી હતી. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, ICU માં દાખલ તમામ 15 દર્દીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
હોસ્પિટલના ડીન ડો.ચંદ્રકાંત મહાસેએ જણાવ્યું હતું કે, કોલ્હાપુરની છત્રપતિ પ્રમિલા રાજે જનરલ હોસ્પિટલના ‘ ICU વિભાગ’ માં સોમવારે સવારે શોટ-સર્કિટના કારણે આગ લાગી હતી.
A fire was reported at the Trauma Care Centre of Rajarshi Chhatrapati Shahuji Maharaj Govt Medical College in Kolhapur. 4 out of the 15 patients who were in the trauma centre were shifted. The fire has been doused off. No causalities reported: Police officials #Maharashtra
— ANI (@ANI) September 28, 2020
તેમણે કહ્યું, “તમામ 15 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.” તેમણે કહ્યું કે ફાયર વિભાગ અને હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.