કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કોરોના વાયરસ સામે જંગ જીતી લીધો છે. તે સંપૂર્ણપણે કોરોના વાયરસથી મુક્ત થી ચુક્યા છે. અને આ અંગે તેમને બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી છે.
તેમણે કહ્યું કે ‘હું તમને બધાને જણાવવામાં ખૂબ જ આનંદ અનુભવું છું કે તમારા બધાના આશીર્વાદો અને શુભેચ્છાઓનાં બળથી હું કોરોના વાયરસથી સ્વસ્થ્ય થઈ ગયો છું. તમારા સ્નેહ બદલ આભાર’.
मुझे आप सभी को यह बताते हुए बहुत प्रसन्नता हो रही है कि आप सभी के आशीर्वाद और शुभकामनाओं के बल पर मैं कोरोना से ठीक हो चुका हूं। आपके स्नेह के लिए धन्यवाद।
— Nitin Gadkari (@nitin_gadkari) September 30, 2020
જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરના રોજ નીતિન ગડકરી કોરોના વાયરસ નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમિયાન નીતિન ગડકરીએ ટ્વીટ કર્યું હતું કે “ગઈકાલે હું નબળાઇ અનુભવી રહ્યો હતો. અને મારા ડોક્ટરની સલાહ લીધી હતી. મારી તપાસ દરમિયાન, મારો કોવિડ -19 રિપોર્ટ સકારાત્મક આવ્યો હતો. હું હાલમાં દરેકના આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે ઠીક છું. મેં મારી જાતને આઈસોલેટ કરી છે. મારી સાથે સંપર્કમાં આવેલા દરેકને હું વિનંતી કરું છું કે સાવચેત રહેવું અને પ્રોટોકોલનું પાલન કરવું. સલામત. ‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.