વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 ડિસેમ્બર, 2019ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રોહતાંગ ટનલને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દેશના વિકાસમાં આપેલા પ્રદાનને બિરદાવવા માટે અટલ ટનલ નામ આપવાનો નિર્ણય લીધો હતો.
Inaugurating the spectacular #AtalTunnel. https://t.co/Npiw0qSO5A
— Narendra Modi (@narendramodi) October 3, 2020
અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે. અગાઉ આ ઘાટી ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આશરે 6 મહિના સુધી દેશના બાકીના વિસ્તારોથી સંપર્કવિહોણી થઈ જતી હતી કે વિખૂટી પડી જતી હતી. આ ટનલનું નિર્માણ હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં અત્યાધુનિક ખાસિયતો સાથે થયું છે, જે દરિયાની સરેરાશ સપાટી (એમએસએલ)થી 3,000 મીટર (10,000 ફીટ)ની ઊંચાઈ પર સ્થિત છે. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટશે તથા પ્રવાસનો સમય આશરે 4થી 5 કલાક ઓછો થઈ જશે.
શું છે ખાસ આ ટનલમાં?
જ્યારે અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે, ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે.આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે. આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે. એ 5.525 મીટરનું ઓવરહેડ ક્લીઅરન્સ ધરાવે છે.આ ટનલ 10.5 મીટર પહોળી અને ઇમરજન્સી કે કટોકટીની સ્થિતિમાં 3.6 x 2.25 મીટરનો નીકળવાનો માર્ગ ધરાવે છે, જે મુખ્ય ટનલની અંદર જ બનાવવામાં આવ્યો છે.
અટલ ટનલમાંથી કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપે દરરોજ 3000 કાર અને 1500 ટ્રક પસાર થઈ શકશે.આ ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ ધરાવે છે, જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, SCADA કન્ટ્રોલ ફાયરફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.
ટનલમાં સેમી ટ્રાંસવર્સ વેન્ટિલેશન સિસ્પટ પણ ગોઠવવામાં આવી છે. દર 150 મીટર પર ઇમરજન્સી માટે સંપર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દર 60 મીટર પર અગ્નિશામક યંત્ર ગોઠવવામાં આવ્યા છે. દુર્ઘટનાની તાત્કાલિક જાણ થાય તે માટે દર 250 મીટર પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.દર એક કિલોમીટરે હવાની સ્થિતિ જાણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….