Not Set/ બિહાર ચૂંટણી/ NDAની બેઠક વહેંચણીની જાહેરાતની શક્યતા વચ્ચે LPGનું ગઠબંધનમાં રહેવા બાબતે સસ્પેન્સ યથાવત

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ દ્વારા સત્તારૂઢ પાર્ટીનાં ઓલ ઇઝ વેલનાં દાવો પછી પણ આંતરિક ઉથલપાથલ ચાલુ છે. આ જ કારણ છે કે એનડીએએ હજુ સુધી સીટ શેરિંગની ઘોષણા કરી નથી, જ્યારે વિપક્ષ મહાગઠબંધને બેઠક બાબતે પોતાનાં સાથીઓ સાથે ઉલજેલા દાવ ગોઠવીને તેના ભાગીદારો સાથે બેઠક વહેંચણીની ઘોષણા કરી દીઘી છે. બીજી તરફ, NDAનાં ઘટક લોક જનશક્તિ પાર્ટીની મહત્વપૂર્ણ સંસદીય બેઠક તેના સ્થાપક રામ […]

Uncategorized
03a746a173839414d9544885d67543f3 બિહાર ચૂંટણી/ NDAની બેઠક વહેંચણીની જાહેરાતની શક્યતા વચ્ચે LPGનું ગઠબંધનમાં રહેવા બાબતે સસ્પેન્સ યથાવત
03a746a173839414d9544885d67543f3 બિહાર ચૂંટણી/ NDAની બેઠક વહેંચણીની જાહેરાતની શક્યતા વચ્ચે LPGનું ગઠબંધનમાં રહેવા બાબતે સસ્પેન્સ યથાવત

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ દ્વારા સત્તારૂઢ પાર્ટીનાં ઓલ ઇઝ વેલનાં દાવો પછી પણ આંતરિક ઉથલપાથલ ચાલુ છે. આ જ કારણ છે કે એનડીએએ હજુ સુધી સીટ શેરિંગની ઘોષણા કરી નથી, જ્યારે વિપક્ષ મહાગઠબંધને બેઠક બાબતે પોતાનાં સાથીઓ સાથે ઉલજેલા દાવ ગોઠવીને તેના ભાગીદારો સાથે બેઠક વહેંચણીની ઘોષણા કરી દીઘી છે.

બીજી તરફ, NDAનાં ઘટક લોક જનશક્તિ પાર્ટીની મહત્વપૂર્ણ સંસદીય બેઠક તેના સ્થાપક રામ વિલાસ પાસવાનના સ્વાસ્થ્યને ટાંકીને મુલતવી રાખવામાં આવી હતી. એલજેપી પ્રમુખ અને તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કર્યું હતું કે તેમનાં પિતાનું શનિવારે મોડી રાત્રે હાર્ટ ઓપરેશન કરાવવું પડ્યું હતું. આદ કારણે એલજેપી હજુ એનડીએમાં રહીને સસ્પેન્સ જાળવી રાખ્યું છે.

પક્ષના એક નેતા દ્વારા નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટીની બેઠક પાર્ટીનાં નેતા અને સંસદસભ્યની બેઠક કેટલાક ભાજપ અને જેડીયુ વચ્ચે થયેલી બેઠકો અને બેઠકમાં લેવામાં આવેલ સીટ શેરિંગના મુદ્દાઓ સહિતના નવા વિકાસને ધ્યાનમાં રાખીને રવિવારે બપોરે યોજાઈ શકે છે.

ચિરાગે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી LPG 143 બેઠક પર લડશે તેવો ઇસારો પણ કર્યો
અગાઉ જાહેર કરેલી મહત્વપૂર્ણ બેઠકના કાર્યક્રમ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ચિરાગ પાસવાને 143 બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપ્યો હતો. શનિવારે પાર્ટીની નિર્ણાયક બેઠક પૂર્વે એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને મોદીની પ્રશંસા કરી હતી અને બિહારના ગૌરવને પુન: સ્થાપિત કરવા માટે રચાયેલ તેમના બિહાર ફર્સ્ટ વિઝન ડોક્યુમેન્ટ 2020 વિશે પણ વાત કરી હતી.

ચિરાગે ટ્વીટમાં લખ્યું છે કે મને વડા પ્રધાન સાથે સાંસદ તરીકે કામ કરવાની તક મળી છે, જે તેમના કાર્યક્ષમ નેતૃત્વ માટે વિશ્વભરમાં જાણીતા છે. વડા પ્રધાને દેશના ધ્વજને વિશ્વમાં ઉચ્ચો રાખ્યો છે અને સામાન્ય લોકોના જીવનધોરણને સુધારવા માટે ઘણા પગલા લીધા છે. ચિરાગે બિહારના ગૌરવને પુનર્સ્થાપિત કરવા માટેના બધાથી આશીર્વાદ માંગ્યા હતા, જેથી એલજેપીના તમામ ઉમેદવારો પીએમના હાથ મજબૂત કરી શકે. બીજી તરફ એલજેપીના પ્રવક્તા વિકાસ મિશ્રાએ કહ્યું કે પાર્ટીના વડાએ તમામ નેતાઓ અને કાર્યકરોને 143 બેઠકો પર લડવાની તૈયારી કરવા કહ્યું છે.

તેમણે કહ્યું કે ચિરાગ પાસવાનને બેઠક વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવા પક્ષ દ્વારા સત્તા આપવામાં આવી છે. તેઓ જે પણ નિર્ણય લેશે અમે તેની સાથે છીએ. તેમણે કહ્યું કે સંસદીય બોર્ડની બેઠક પણ ટૂંકી સૂચના પર મળી શકે છે. ચિરાગે છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, પરંતુ બેઠક વહેંચણી અંગેની ગડબડ હજુ યથાવત્ છે. 

એલજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક ક્યારે થશે તેની જાણકારી નથી. કેટલાક એલજેપી નેતાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટી કોઈ દબાણ હેઠળ ઝૂકી નહીં. જો કે, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપની પાછળ નિશ્ચિતપણે ઉભી રહશે. એનડીએમાં સીટ શેરિંગ ડેડલોક મુખ્યત્વે પસંદગીની બેઠકો વિશે છે. જો ભાજપ અને જેડી-યુ સમાન બેઠકો પર લડવાનું નક્કી કરે છે અને એલજેપી અને એચએએમને તેમના ક્વોટામાં સમાયોજિત કરશે, તો તે એનડીએમાં એલજેપીનું સામેલ રહેવું વધુ જટિલ બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews