મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ખેડૂતોની આવક અને ચીન સાથે ભારતનાં ચાલુ સરહદ વિવાદ અંગે મોદી સરકારનાં વલણને નિશાન બનાવ્યું હતું, જેના પછી ગુરુવારે મિશ્રાએ આ નિવેદન આપ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈનાં અનુસાર નરોત્તમ મિશ્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘10 દિવસમાં લોનમાફી, 15 મિનિટમાં ચીનને હાંકી કાઠવું. જેમણે તેમને (રાહુલ ગાંધી) શીખવ્યું છે તેમને હું સલામ કરું છું. તેને આટલી ઉચ્ચ ગુણવત્તાનો નશો ક્યાંથી મળ્યો? જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ બુધવારે હરિયાણાનાં કુરુક્ષેત્રમાં એક જાહેર સભામાં ચીન સાથે મહિનાઓથી ચાલી રહેલા વિવાદ અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કાયર વડા પ્રધાન કહે છે કે આપણી જમીન કોઈએ લીધી નથી.” આજે વિશ્વમાં એક જ દેશ છે, જેની જમીન પર બીજા દેશનો કબજો છે. ભારત એકમાત્ર દેશ છે જ્યાં બીજો દેશ આવ્યો અને તેણે 1200 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો. પીએમ મોદી પોતાને ‘દેશભક્ત‘ કહે છે અને આખો દેશ જાણે છે કે આપણા ક્ષેત્રમાં ચીની શક્તિઓ છે, તેઓ કેટલા દેશભક્ત છે? જો અમારી સરકાર હોત, તો અમે ચીનને ઉઠાવીને 15 મિનિટની અંદર જ ફેંકી દીધું હોત.
આ સિવાય ડિસેમ્બર 2018 માં યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે તેમણે વચન આપ્યું હતું કે સત્તા પર આવ્યાનાં 10 દિવસની અંદર કોંગ્રેસ સરકાર ખેડૂતોની લોન માફી માટેની યોજના જારી કરશે. ડિસેમ્બરમાં કોંગ્રેસ સત્તામાં આવી, જોકે, 10 દિવસને બદલે, ફેબ્રુઆરીમાં લોનમાફીની ઘોષણા કરવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.