
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, આવા કેટલાક અહેવાલો પણ બહાર આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા વાતાવરણમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા આ ભય અંગે નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે રવિવારે કહ્યું કે ભારતમાં પણ આવી આશંકાઓ નકારી શકાય નહીં.
ડો.હર્ષ વર્ધને રવિવારે આયોજીત થતા સોશિયલ મીડિયા ઇન્ટરેક્શન પ્રોગ્રામ ‘સન્ડે સંવાદ‘ માં જણાવ્યું હતું કે, SARS Cov 2 એ રેસ્પિરેટ્રી વાયરસ છે અને આવા વાયરસ ઠંડા વાતાવરણમાં વધવા માટે જાણીતા હોય છે. રેસ્પિરેટ્રી વાયરસ ઠંડા હવામાન અને નીચા ભેજની સ્થિતિમાં વધુ સારી રીતે વિકસે છે. બીજુ એક તથ્ય છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. શિયાળા દરમિયાન, રહેણાંક મકાનોમાં ભીડ હોય છે. આનાથી કેસો વધી શકે છે… તો ભારતીય સંદર્ભમાં શિયાળાની ઋતુમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી શકે એમ માનવું ખોટું નથી.
મંત્રીએ યુરોપિયન દેશોનું ઉદાહરણ પણ ટાંક્યું, ખાસ કરીને બ્રિટનમાં, જ્યાં ઠંડા હવામાનથી કોરોના વાયરસનાં કેસોમાં વધારો થયો. તેમણે લોકોને ચેતવણી આપી કે તમે આ માકી સલાહ સમજો કે પછી ચેતવણી, પરંતુ જો આપણે તહેવારો દરમિયાન બેદરકારી દાખવીશું, તો કોરોના ફરી કહેર વરસાવી શકે છે. તેથી હું કહીશ કે તહેવારો દરમિયાન, બે ગજ, માસ્ક જરૂરી છે. બહાર જવાને બદલે ઘરે રહીને પારિવારિક તહેવારની ઉજવણી કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.