નાગરિકત્વ કાયદા અંગે દેશવ્યાપી વિરોધ અને દિલ્હીમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શન અંગેના વિપક્ષના આક્ષેપો અંગે ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્યાદા બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે. વિપક્ષનું વલણ બેજવાબદાર છે અને કોંગ્રેસ, આપ અને ટીએમસીનું વલણ ખોટું છે.
સંબિત પાત્રાએ કહ્યું હતું કે, એ હકીકત છે કે આજે સીએએ સામે મોરચો ખોલી રહેલા તમામ વિપક્ષી પાર્ટીઓ પણ કોઈ તથ્ય વિનાનાં છે. તુષ્ટિકરણની રાજનીતિ કરનારી તમામ વિપક્ષી પાર્ટીઓ મુસ્લિમ મતોના ટેન્ડરિંગમાં વ્યસ્ત છે. કેટલાક રાજકીય પક્ષો દ્વારા વિદ્યાર્થીઓના ખભા પર બંદૂક મૂકીને, તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે તેમને હાથો બનાવવામાં આવી રહ્યા છે, આ વિપક્ષોની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો : CAA પર પીએમ મોદીની ટ્વીટસ, ભાંગફોડીયા તત્વોને સાંખી નહીં લેવાય
સંબિત પાત્રાએ કહ્યું કે આ કાયદાનું કોઈ ઉલ્લંઘન નથી. ઉલટાનું તે અધિકાર આપવાનો કાયદો છે. સંબિત પાત્રાએ કહ્યું કે વિપક્ષના નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. શનિવારે રાહુલ ગાંધીને ફરીથી લોંચ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને રવિવારે ઘણી જગ્યાએ હિંસા શરૂ થઇ હતી. વિપક્ષ નાગરિકત્વ કાયદા અંગે વિભાજીત હિન્દુ-મુસ્લિમ નીતિ અપનાવી રહ્યું છે, લોકોને ખોટી રીતે માહિતી આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.