Ahmedabad News : અમદાવાદના સરખેજમાં સરખેજ રોજા પાસે બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ ફાટી નીકળી હતી. જેમાં ધારદાર શસ્ત્રો અને પથ્થરમારો થતા બે જણાને ગંભીર ઈજા પહોંચી સારવાર અર્થે બન્નેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. સરખેજ પોલીસે આ અંગે બન્ને જૂથની સામસામી ફરિયાદ લોવાની કાર્યવાહી શરૂ કરી છે. નજીવી બાબતે ઝઘડો થતા આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું, હાલમાં પોલીસે ઘચનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આ બનાવની વિગત મુજબ સરખેજમાં સરખેજ રોજા પાસે આવેલી હુસૈની બેકરી પાસે 11 ઓગસ્ટ 2024 ના રોજ બપોરે જૂથ અથડામણનો આ બનાવ બન્યો હતો. આ જગ્યાએ વાહન પાર્કિંગ અને ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે બે જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. જેમાં ધારદાર શસ્ત્રો વડે હૂમલો તથા પથ્થરમારો કરાયો હતો. જેમાં બે જણાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
બીજીતરફ સરખેજ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થલે દોડી ગઈ હતી અને મામલો કાબૂમાં લીધો હતો.
કોઈ અનિસ્ચિત બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળે નહી તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતી કાબૂ હેઠળ છે, એમ સરખેજ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.આર.તે.ધુલીયાએ જણાવ્યું હતું.તે સિવાય બન્ને પત્ક્ષના લોકોની ફરિયાદ સંદર્ભે કાર્યવાહી ચાલી રહી છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. હાલમાં કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે જેમની પુછપરછ ચાલી રહી છે. પુછપરછમાં બનાવનું કારણ જાણવા મળશે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ