Vadodara News: વડોદરાની કોર્ટ સંકુલમાં પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે પાર્કિંગ મુદ્દે બબાલ થઈ હતી. આ તકરાર ઉગ્ર થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને દારૂની બોટલ કબ્જે લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે. કાર્યવાહીમાં કાર ચાલકનું નામ રોહિત હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના દિવાળીપુરા ખાતે કોર્ટમાં પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ વચ્ચે પાર્કિંગને લઈ તકરાર થઈ હતી. કાર ચાલકને વકીલે પોતાની કાર કાઢ્યા પછી તેની કાર કાઢે તેવું જણાવ્યું હતું. પણ કામ માટે આવેલ કાર ચાલકે વકીલની વાતને ધ્યાનમાં લીધી ન હતી અને પોતાની કાર કાઢતાં વકીલની કાર સાથે અથડાઈ હતી. જેથી બંને પક્ષે મોટી બબાલ થઈ હતી. કોર્ટ સંકુલમાં લોકો ભેગા થઈ ગયા હતા.
દરમિયાન કારની તપાસ કરતાં દારૂની એક બોટલ અને પ્રેસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. આથી વકીલોએ ઝડપથી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્વાહી હાથ ધરી છે. પોલીસે દારૂની બોટલ અને કારને કબ્જે લઈ કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ફોરેન્સિકની પણ મદદ લીધી છે. પોલીસ તપાસમાં કારચાલકનું નામ રોહિત હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી