Not Set/ અફઘાનિસ્તાનમાં સેના – આતંકી વચ્ચે અથડામણ, 17 આતંકીઓ ઠાર

સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનના પૂર્વી ગઝની પ્રાંતમાં તાલિબાન આતંકવાદીઓના છુપાયેલા સ્થળે હુમલો કર્યો, જેમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા. સંરક્ષણ મંત્રાલયે બુધવારે તેની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું કે અફઘાન રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા દળોએ હવાઈ દળની મદદથી મંગળવારે ગઝની પ્રાંતની રાજધાનીની બહારના એરિઝો વિસ્તારમાં તાલિબાન પર જામીન અને હવાથી હુમલો કર્યો. […]

World
terror અફઘાનિસ્તાનમાં સેના - આતંકી વચ્ચે અથડામણ, 17 આતંકીઓ ઠાર

સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનના પૂર્વી ગઝની પ્રાંતમાં તાલિબાન આતંકવાદીઓના છુપાયેલા સ્થળે હુમલો કર્યો, જેમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા. સંરક્ષણ મંત્રાલયે બુધવારે તેની પુષ્ટિ કરી છે.

મંત્રાલયે કહ્યું કે અફઘાન રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા દળોએ હવાઈ દળની મદદથી મંગળવારે ગઝની પ્રાંતની રાજધાનીની બહારના એરિઝો વિસ્તારમાં તાલિબાન પર જામીન અને હવાથી હુમલો કર્યો.
નિવેદનના અનુસાર, આ હુમલામાં તાલિબાનના બે નિયંત્રણ અને આદેશ કેન્દ્રો, કેટલાક શસ્ત્રો અને દારૂગોળો નાશ પામ્યા છે. દરમિયાન, તાલિબાનના સ્વયંભૂ પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે આરેજોમાં આતંકીઓએ 10 સરકારી સૈનિકોને માર્યા છે.