હવે તાલિબાન સેના ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરવા જઈ રહ્યું છે. તાલિબાનોએ કાબુલ પર કબ્જો કર્યો ત્યારથી ત્યાંની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મુકી દેશ છોડીને જતા રહ્યા છે. દરમિયાન, તાલિબાન હવે તે પ્રાંત પર કબ્જો કરવા આગળ વધી રહ્યું છે જ્યાં તે 1980 થી પોતાનો ધ્વજ ફરકાવી શક્યુ નથી.
આ પણ વાંચો – તાલિબાનો સાથે સંબધ / અમેરિકાએ કહ્યું કે તાલિબાનો સાથે હાથ મિલાવવાનો પાકિસ્તાનનો એક જ હેતુ ભારત સાથે મુકાબલો
આપને જણાવી દઇએ કે, તાલિબાને અફઘાનિસ્તાનનાં ઘણા પ્રાંત પર કબજો કરી લીધો છે. પરંતુ પંજશીર એકમાત્ર પ્રાંત છે જે તાલિબાન દ્વારા નિયંત્રિતમાં નથી. દરમિયાન, પંજશીરનાં સરહદી વિસ્તારોમાં તાલિબાન ફાઇટરો પહોંચી ગયા હોવાના અહેવાલો છે. મીડિયા અહેવાલો અનુસાર, શનિવારે મોડી રાત્રે બગલાન પ્રાંતનાં અંદરાબ જિલ્લામાં મોટી સંખ્યામાં તાલિબાન ફાઇટરોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાલિબાનનાં આતંકથી ડરીને બગલાન પ્રાંતનાં અંદરાબ જિલ્લાનાં લોકોએ પલાયન શરૂ કરી દીધુ છે. તાલિબાને આધુનિક હથિયારોની મદદથી અફઘાનિસ્તાનનાં 33 પ્રાંત પર કબ્જો કરી લીધો છે. હવે તાલિબાન અફઘાનિસ્તાનમાં પંજશીર પર કબ્જો કરીને એક જ સામ્રાજ્ય સ્થાપવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વળી, પંજશીરની સેના તાલિબાન ફાઇટરોને જડબાતોડ જવાબ આપી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન ફાઇટરો અને પંજશીરનાં અહમદ મસૂદનાં દળો વચ્ચે સામસામે અથડામણ શરૂ થઈ ગઈ છે. પંજશીર અફઘાનિસ્તાનમાં એકમાત્ર પ્રાંત છે જે લાંબા સમયથી તાલિબાન શાસનનો વિરોધ કરી રહ્યુ છે. તાલિબાને અફઘાનિસ્તાનનાં 33 પ્રાંત પર કબ્જો કરી લીધો છે. પંજશીર એકમાત્ર એવો પ્રાંત હતો જે તાલિબાનની પહોંચની બહાર હતો. જો કે, પંજશીરથી 125 કિમી પહેલા એટલે કે કાબુલ સુધી તાલિબાનનો કબ્જો છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન / તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે
તાલિબાને એક હુકમનામું બહાર પાડીને કહ્યું છે કે, જો શાંતિપૂર્ણ રીતે આત્મસમર્પણ નહીં કરવામાં આવે તો પંજશીરનાં અહમદ મસૂદનાં દળો પર હુમલો કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, તાલિબાનો આજ સુધી પંજશીર પર નજર ઉંચકી શક્યા નથી. પરંતુ આજે પરિસ્થિતિ થોડી બદલાઈ ગઇ છે. આજે પંજશીરની સેનાઓ કરતા પણ વધુ શક્તિશાળી તાલિબાન ફાઇટરો છે. આ પાછળનું કારણ સ્પષ્ટ છે. તાલિબાન ફાઇટરો પાસે આધુનિક હથિયારોની લાંબી યાદી છે. તાલિબાન ફાઇટરોએ તેમના કાફલામાં ઘણા અમેરિકન હથિયારો લૂંટી લીધા છે. વળી, પંજશીર વિશ્વ પાસેથી મદદની આશા રાખે છે. જો કે, તાલિબાન ફાઇટરો સામે લડવા માટે પંજશીરનાં અહેમદ મસૂદની સેનાઓએ હુંકાર ભરી દીધી છે.