- વડોદરામાં નાના ભુલકાઓની વેદના
- ઉનાળાની ગરમી વચ્ચે પંખા વગર અભ્યાસ
- કન્ટેનરમાં કોઇ સુવિધા વગર કરે છે બાળકો અભ્યાસ
- અનેક દુવિધાથી ભરપૂર નંદઘરે ખોલી તંત્રની પોલ
- નંદઘરની આસપાસ ઝાડીઝાંખરાંનું સામ્રાજય
- નંદઘરમાં તંત્રના પાપે પ્રાર્થમિક સુવિધાનો અભાવ
આ ચૂંટણીમાં આપ દ્વારા ગુજરાત રાજ્યની શાળા અને શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અને ગુજરાત રાજ્યની શાળાઓની કથળેલી હાલત અને શિક્ષણની ગુણવત્તા નેલાઈ ચારેબાજુ સવાલો થઇ રહ્યા છે. ત્યારે વડોદરા જીલ્લ્માંથી ચોકાવનારી હકીકતો સામે આવી છે. અહીં કન્ટેનરમાં ચાલતા નંદઘરમાં બાળકો જીવતે જીવ નર્ક નો અહેસાસ કરી રહ્યા છે. સગવડોની વાત તો બાજુ પર રહી . પ્રાથમિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ નથી.
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 04માં સમાવિષ્ટ ન્યુ વીઆઇપી રોડ સ્થિત રાજીવ નગરનું નંદઘર દયનીય પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. આ આનંદ ઘરમાં 20 ભૂલકાઓ અભ્યાસ કરે છે. છેલ્લા સપ્તાહથી અંગ દઝાડતી ગરમી સૂર્યનારાયણ વરસાવી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે કન્ટેનરમાં કાર્યરત આ નંદઘરમાં છેલ્લા એક અઠવાડિયાથી પંખા બંધ છે. ચાર મહિનાથી સંડાસ બાથરૂમની સુવિધા બંધ છે. પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી. નંદઘરની આસપાસ ઝાડીઝાંખરાંનું સામ્રાજય વિસ્તર્યું છે. પરિણામે એસી ચેમ્બરોમાં બેસી ખુરશી ગરમ કરતા અધિકારીઓ પદાધિકારીઓની બેદરકારી સામે આવી છે.
સ્થાનિક કોર્પોરેટરોએ પણ આ નંદઘરની મુલાકાત લીધા બાદ પણ પરિસ્થિતિમાં સુધારો થયો ન હતો. નંદઘરની આસપાસ ઝાડી ખાખરા ઉગી નીકળતાં સફાઈનો અભાવ પણ જોવા મળ્યો છે. શિક્ષક દ્વારા અગાઉ ત્રણ વખત આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાસકોના પેટનું પાણી હલતું નથી. આમ નાગરવાડા, ભુતડીજાપા સહિતના સ્થળોએ નંદઘરની આસપાસ દબાણ નો જમાવડો તથા ગંદકીનું પ્રમાણ જોવા મળે છે.