Not Set/ ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં વાદળ ફાટ્યું, ઘટનામાં 7 મકાનો ધરાશાયી

ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં વાદળ ફાટવાના કારણે તબાહીનાં સમાચાર આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ધારચુલાનાં જુમ્મા ગામમાં વાદળ ફાટ્યું છે.

India
પિથોરાગઢમાં

ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં વાદળ ફાટવાના કારણે તબાહીનાં સમાચાર આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ધારચુલાનાં જુમ્મા ગામમાં વાદળ ફાટ્યું છે, જેના કારણે હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં 7 મકાનો ધરાશાયી થયા છે. 8 લોકો ગૂમ હોવાનું કહેવાય છે. SDRF અને વહીવટી ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી રહી છે.

1 323 ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં વાદળ ફાટ્યું, ઘટનામાં 7 મકાનો ધરાશાયી

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / અમેરિકી વિદેશ મંત્રાલયે 100 દેશોના સંયુક્ત નિવેદન જાહેર કરતા તાલિબાનને હાશકારો

આ દિવસોમાં વાદળ ફાટવા, પર્વતો પર મુશળધાર વરસાદ સાથે ખડકો પડવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. બે દિવસ પહેલા પણ પિથોરાગઢમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે પૂર આવ્યું હતું. આ દરમિયાન 3 લોકોનાં મોત થયા હતા. ટિહરીમાં, વરસાદ વચ્ચે હાઇવેનો એક ભાગ ધોવાઇ ગયો હતો. ભૂતકાળમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે નંબર 94 ધોવાઇ ગયો હતો. ટિહરીમાં, નરેન્દ્ર નગર પાસે મુશળધાર વરસાદને કારણે હાઇવેનો એક ભાગ ધોવાઇ ગયો હતો, જેના કારણે ટ્રાફિક ઠપ્પ થઇ ગયો હતો. રસ્તાનો એક ભાગ પાણીનાં તીવ્ર પ્રવાહમાં તૂટી પડ્યો હતો. ઉત્તરાખંડમાં વરસાદ ઉગ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. દરેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. રાજ્યમાં લગભગ 84 રસ્તાઓ બંધ છે. પિથોરાગઢ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે એક મહિલા ઘાયલ થઈ હતી અને પાંચ લોકો ગુમ થયાનાં અહેવાલ છે. વળી, હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, વરસાદનો સમયગાળો હજુ પણ ચાલુ રહેશે.

1 324 ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં વાદળ ફાટ્યું, ઘટનામાં 7 મકાનો ધરાશાયી

આ પણ વાંચો – બાળપણને કોરોનાનું ગ્રહણ / મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના 18 બાળકો મળ્યા સંક્રમિત

ઉત્તરાખંડનાં પિથોરાગઢ જિલ્લાની તહસીલ ધારચુલાથી 12 કિલોમીટર દૂર કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ સાથે આવેલા જુમ્મા ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે અને 8 લોકો ગુમ થયા છે. જોકે, વહીવટીતંત્રનાં જણાવ્યા અનુસાર, માત્ર બે લોકો જ ગુમ થયા છે. બીજી બાજુ, સતત ભૂસ્ખલનને કારણે રાજ્યમાં બદ્રીનાથ અને ગંગોત્રી હાઇવે સહિત કુલ 84 રસ્તા બંધ છે. અવરજવરમાં સંપૂર્ણ વિક્ષેપનાં કારણે ઘણા ગામોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પ્રભાવિત થયો છે. હવામાન વિભાગ અનુસાર, સોમવારે દહેરાદૂન અને કુમાઉનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે મંગળવારથી હવામાન તાત્કાલિક રાહત આપી શકે છે.