Gujarat News/ ગુજરાતના આકાશમાં વાદળો : પવનની દિશા બદલાતા આ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું! અહીં પડ્યો વરસાદ

ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી

Top Stories Gujarat
Beginners guide to 2025 01 18T202706.679 ગુજરાતના આકાશમાં વાદળો : પવનની દિશા બદલાતા આ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું! અહીં પડ્યો વરસાદ

Gujarat News :  ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે. હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે.

ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે.
ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. શિયાળો અને વરસાદનું આવનજાવન ચાલુ છે.

ત્યારે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. કારણ કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. સ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થશે. ગુજરાતમાં પણ શરૂઆત થઈ ગઈ છે. અંબાલાલ પટેલે પણ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે.અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.

આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે. શુક્રવારે રાતે દક્ષિમ ગુજરાદતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો હતો.ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તો વલસાડના ધરમપુર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાક પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

બીજીતરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા.20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. જોકે, હજુ પણ એક માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી પડવાની છે. 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે.

હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે. 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આખલાની લડાઈમાં બેંક ઓફ બરોડાને લાગ્યો ચૂનો! બરાબરની કરાઈ તોડફોડ

આ પણ વાંચો: હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી

આ પણ વાંચો: ઈન્દોરમાં ફટાકડા ફોડવા મામલે હિંસા ફાટી નીકળી, વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો