મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના હાથરસ, બલરામપુર અને આઝમગઢમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે એક ટ્વીટ કર્યું છે અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ કરનારાઓને કડક સ્વરમાં ચેતવણી પણ આપી છે.
સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે કે માત્ર ઉત્તરપ્રદેશમાં માતા-બહેનોના માન-સન્માનને હાની પહોચાડવાનો વિચાર માત્ર કરવાવાળાનો નાશ નિશ્ચિત છે. તે બધાને એવી સજા મળશે જે ભવિષ્યમાં એક દાખલો બેસાડશે. ઉત્તરપ્રદેશ સરકાર રાજ્યના દરેક માતા- બહેનની સુરક્ષા અને સન્માન માટે પ્રતિબદ્ધ છે. આ આપણો સંકલ્પ – વચન છે.
उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है।
इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा।
आपकी @UPGovt प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है।
यह हमारा संकल्प है-वचन है।
— Yogi Adityanath (@myogiadityanath) October 2, 2020
આ સાથે જ ગેંગરેપ પીડિતાની મોતને લઈને રાજ્યમાં ચાલી રહેલ રાજકારણ અને હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. જિલ્લાના ડીએમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પીડિત પરિવારને ધમકી આપતો જોવા મળી રહ્યો છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથની સરકાર પર પ્રહાર કર્યા છે. તેઓએ પૂછ્યું છે કે પીડિતાના ગામમાં જતા કેમ અટકાવવામાં આવી રહ્યાં છે. .?
દરમિયાન, પીડિતાના પરિવારજનોને મળવા જતા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને પોલીસે અટકાવી દીધા હતા. પોલીસે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન સાથે પણ પોલીસે ધક્કા-મુક્કી કરી છે. આ ઘટના બાદ ટીએમસીના સાંસદ ધરણા પર બેઠા છે. આ સિવાય પીડિતાના ગામને સીલ કરી દેવામાં આવ્યું છે. અહીં કોઈને પણ જવાની મંજુરી નથી. ગામમાં પોલીસનો કડક બંદોબસ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.