રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫3મી જન્મ જયંતિએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મ સ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં પૂજ્ય બાપુને શ્રદ્ધાપૂર્વક ભાવસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી આ અવસરે આયોજીત સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ સહભાગી થયા હતા.આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ગાંધી જયંતીના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. તેમણે પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપીને કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રી પ્રાર્થના સભા બાદ કિર્તિ મંદિર ખાતેથી સ્વચ્છતા યાત્રાને પણ ફ્લેગ ઓફ કરાવી હતી. નોંધનીય છે કે, ૧૯૫૦ની ૨૭મી મેના રોજ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલના હસ્તે આ સ્મારક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને પોરબંદરના સ્વ.નાનજી મહેતાએ ગાંધીજીની સંમતિ મેળવીને તેની રચના કરી હતી. અંધારીયા ઓરડામાં સમગ્ર માનવજાતને નવો પ્રકાશ આપનાર વિશ્વવંદનીય ગાંધીજીનો જન્મ થયો અને દુનિયાના નકશામાં પોરબંદરનું મહત્વ ગાંધીજીના જન્મસ્થળ તરીકે ગૌરવવંતુ બન્યુ. આધુનિક સ્થાપત્ય કલાનો આદર્શ નમુનો ગણાતુ આ કીર્તિમંદિર ગાંધીજીની ૭૯ વર્ષની ઉંમર મુજબ એટલા ફુટ ઊંચુ બનાવવામાં આવ્યું છે. તેની વિશિષ્ટ ઇમારતની બાંધણીમાં સર્વધર્મના વિવિધ ધર્મચિન્હોનો ઉત્કૃષ્ટ રીતે જોવા મળે છે.