બેઠક/ આજે CM કેબિનેટની બેઠક, ત્રીજી લહેર સામે લડવા માટે સજ્જતા મુખ્ય એજન્ડા હોઈ શકે છે

આજે ફરી એક વખત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. કોરોનાની ત્રીજી શહેરના ભણકારા વાગી રહ્યા છે, ટાસ્ક ફોર્સ સાથેની બેઠક બાદ આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે ત્રીજી લહેર

Top Stories Gujarat
cm meeting 4 આજે CM કેબિનેટની બેઠક, ત્રીજી લહેર સામે લડવા માટે સજ્જતા મુખ્ય એજન્ડા હોઈ શકે છે

આજે ફરી એક વખત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવા જઇ રહી છે. કોરોનાની ત્રીજી શહેરના ભણકારા વાગી રહ્યા છે, ટાસ્ક ફોર્સ સાથેની બેઠક બાદ આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે ત્રીજી લહેર સામે લડવા માટે વેક્સિનેશનમાં વધારો કરવામાં આવશે. ત્યારે આજની બેઠકનો મુખ્ય મુદ્દો પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે નો હોઈ શકે છે.ગુજરાતમાં વર્તમાન કોરોનાના સંક્રમણ સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સાથે જ વેંક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે.

પરંતુ આ બેઠકનો મુખ્ય મુદ્દો કોરોનાં સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ છે. જે સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે.ગુજરાતના મંત્રીઓને સૉંપયેલ પ્રભારી જિલ્લાઓની કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ રજુ કરવામાં આવશે. ત્રીજી લહેરમાં આ પ્રકારની ખુંવારી ન થાય તે માટે આગોતરુ આયોજન જરૂરી છે. બીજી લહેરમાંથી બોધપાઠ લેતા ગુજરાત સરકારે સંભવત ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ પ્રકારનું આયોજન નહિ કરવામાં આવે તો ગુજરાત તહેસનહેસ થઈ જશે. જેથી ગુજરાત સરકાર પણ હવે સંભવિત ત્રીજી લહેર માટે એક્શનમાં આવી છે.

કોરોનાની બીજી લહેરે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે, તો વધી રહેલા કોરોનાના આંકડાઓ તેમજ મૃત્યુઆંકમાં થતો વધારો સરકાર માટે નવો પડકાર લઈને આવ્યો છે. સરકારના અનેક પ્રયત્નો છતાં સ્થિતિ હાથમાં ન રહેતા સરકારને સુપ્રીમ કોર્ટ પાસેથી સાંભળવાનો વારો આવ્યો હતો. ઓક્સિજનથી લઈન બેડ, ઈન્જેક્શન સહિતની અનેક મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ હતી.વૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાતોએ આપેલી ચેતવણી પ્રમાણે બીજી લહેર કરતા પણ વધારે ખતરનાક નીવડે તેમ છે. આ સંજોગોમાં સરકારને આગોતરા આયોજન કરી અને સજ્જતા કેળવવી પડે તેમ છે.

majboor str 8 આજે CM કેબિનેટની બેઠક, ત્રીજી લહેર સામે લડવા માટે સજ્જતા મુખ્ય એજન્ડા હોઈ શકે છે