Announcement/ CM રૂપાણી કરી શકે મહત્વની જાહેરાત, મંગળવારે સવારે 10 કલાકે પત્રકાર પરિષદનું આયોજન

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકાર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત અગાઉ અનેકવિધ જનહિતની જાહેરાત કરે છે. ગત સપ્તાહમાં જમીન હડપ કરતાં ગેરકાયદે ગુંડા તત્વો સામે

Gujarat Others
corona 178 CM રૂપાણી કરી શકે મહત્વની જાહેરાત, મંગળવારે સવારે 10 કલાકે પત્રકાર પરિષદનું આયોજન
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી શકે મહત્વની જાહેરાત
  • મંગળવારે સવારે 10 કલાકે પત્રકાર પરિષદનું આયોજન
  • 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ મુદ્દે થઇ શકે જાહેરાત
  • 31 ડિસેમ્બરે રાત્રિ કરફ્યુની મુદત થાય છે પૂર્ણ
  • સરકાર દ્વારા સ્ટેમ્પડ્યૂટી દરમાં થઇ શકે ઘટાડો
  • મહારાષ્ટ્ર પેટર્ન સ્ટેમ્પડ્યૂટી લાગુ કરવા થઇ શકે જાહેરાત
  • કયા મુદ્દે જાહેરાત તેના પર સૌની મીટ

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકાર કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત અગાઉ અનેકવિધ જનહિતની જાહેરાત કરે છે. ગત સપ્તાહમાં જમીન હડપ કરતાં ગેરકાયદે ગુંડા તત્વો સામે લાલ આંખ કરતો કાયદો અમલમાં મૂક્યો હતો..તો મંગળવારે આયોજીત પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્ર પેટર્ન સ્ટેમ્પડ્યૂટી દરમાં ઘટાડો કરવા જેમાં મહિલાના નામે મિલકત ખરીદાય તેમને વધુ રાહત આપવા સહિતના નિર્ણયની જાહેરાત થવાની સંભાવના છે.

કોરોના ગ્રહણના કારણે હજી ચાર મહાનગરો અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ 9 થી સવે 6 અમલમાં છે.જેની મુદત 31 ડિસેમ્બરે પૂર્ણ થાય છે..ત્યારે 31 ડિસેમ્બર બાદ નૂતનવર્ષ-2021ના પ્રારંભે રાત્રિ કરફ્યુનો સમય વધારવો કે કરફ્યુ મુક્તિ જાહેર કરવી એ અંગે પણ મહત્વના નિર્ણયની જાહેરાત થઇ શકે છે. જો કે કયા મુદ્દે જાહેરાત થસે એ અઁગે અટકળો વહેતી થઇ છે.ત્યારે અંતે કઇ જાહેરાત કરશે તેના પર સૌની નજર રહેશે….

અરુણ શાહ, મંતવ્યન્યૂઝ – અમદાવાદ…..

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…